________________
૧૫૦
જેન સાહિત્ય સમારેહ-ગુચ્છ ૨
વિષય-પ્રકારોને સમાવેશ થાય છે ને વિક્રમના પંદરમા સકાના. કેટલાક જૈન કવિઓની કાવ્યપ્રસાદી', “પ્રાચીન જૈન કવિઓમાં વસંત.. વર્ણન' જેવાં ચોક્કસ વિષયલક્ષી સંકલને પણ છે. મોહનભાઈની વિશાળ સાહિત્યોપાસનાની ઝાંખી આમાંથી થાય છે.
મોહનભાઈ ભારે મોટા સંગ્રાહક ને સતત ઘણું બધું નોંધ રૂપે લખતા રહેનાર સાહિત્યોપાસક હતા. એમનું જીવન અણધારી રીતે સંકેલાયું તેથી એમની ઘણી સામગ્રી અમુદ્રિત રૂપે પડી રહી હોય એ સ્વાભાવિક છે. એ સામગ્રી કયાં ગઈ એના સગડ મળતા નથી, પરંતુ એવી સામગ્રી હતી જ એના સંતે તો મળે જ છે. શતકવાર જૈન કવિઓની પ્રસાદી એમણે સંકલિત કરેલી ને પહેલાં મધ્યકાળને સાહિત્યપ્રવાહમાંના એમના લેખમાં અને પછીથી જૈન ગૂર્જર કવિઓ'માં એ મૂકવા એમણે વિચારેલું એવા એમના પિતાના ઉલ્લેખો મળે છે, પણ એ બની શક્યું નથી. આગળ નિદેશલ “વિક્રમના પંદરમા શતકના કેટલાક જૈન કવિઓની કાવ્યપ્રસાદી' એ એમના એ બૃહત સંકલનનો એક ભાગ હોય એવો સંભવ છે. જૈન ગૂર્જર કવિઓમાં કેટલાક સ્થાને પિતે કૃતિ ઉતારી લીધી હોવાની નેધ છે. પણ એ કતઓ પ્રસિદ્ધ થયાની માહિતી મળતી નથી. સિદ્ધિચન્દ્રવિરચિત” “ભાનુચન્દ્રગણિચરિત” પિતે નાહટા પાસેથી મળેલી પ્રતમાંથી એમ જ ઉતારી લીધેલ ને પાછળથી મુનિ જિનવિજયના ગોઠવણથી પ્રસિદ્ધ થયેલ એ આપણે આગળ નોંધી ગયા છીએ
જિનવિજયજીના સહકારથી લીધેલો આરાસણું તીર્થના પ્રતિમા લેઓને સંગ્રહ જિનવિજયજી પાસે પ્રકાશન માટે પડી રહેલ છે એ ઉલેખ મેહનભાઈએ કરેલ છે (જેન, ૨૬ માર્ચ ૧૯૪૯). પરંતુ આ સંગ્રહ પ્રસિદ્ધ થયાનું જાણવા મળતું નથી. જિનવિજયજી સંપાદિત “પ્રાચીન જૈન લેખસંગ્રહ ભા. ૨માં આરાસણ તીર્થના લેબો છે. પણ એ દેવદત્ત રામકૃષ્ણ ભાંડારકરે મોકલેલા છે અને આ પ્રકાશન મેહનભાઈના ઉલ્લેખથી ઘણું વહેલું, છેક ૧૯૨૧નું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org