________________
જૈન સાહિત્ય સમારોહ–ગુરછ ૩
કર્યા આ પછી મોહનળાઈએ નિબંધ પૂરો કર્યો, જેનાં ૧૫૦ને બદલે ૩૪૦ જેટલાં પાનાં (ફૂલસ્કેપ) થયાં. સભાની તા. ૪-૧૦-૧૯૧૫ની બેઠકમાં નિર્ણાયકોએ આવેલા બે નિબંધોમાંથી મોહનભાઈને નિબંધ પસંદ કર્યાની બેંધ કરી અને એને પારિતોષિક આપવાનું ઠરાવ્યું. ફાર્બસ ગુજરાતી સભાનાં ૧૯૧૮માં તૈયાર થતાં પ્રકાશમાં આ ગ્રંથની જાહેરાત થઈ છે, પરંતુ ગ્રંથ પ્રકાશિત થયો નથી. છેક નવેમ્બર ૧૯૩૨માં “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસના નિવેદનમાં મોહનભાઈ આ નિબંધને અદ્યતન કરવાની આવશ્યક્તા દર્શાવે છે, પોતે એ હજુ સુધી નથી કરી શકવા માટે દિલગીર વ્યક્ત કરે છે અને હવે એ કામ માટે અવકાશ મેળવશે એમ જણાવે છે. પણ આ પછીયે જૈન ગુર્જર કવિઓ'ની ભગીરથ કામગીરી ચાલુ જ રહી તેથી મોહનભાઈની ઈચ્છા પૂરી થઈ જણાતી નથી.
સદભાગ્યે આ નિબંધની હસ્તપ્રત મોહનભાઈના સુપુત્ર જય. સુખભાઈને મળી આવી છે. એમાં બૌદ્ધ ધર્મ વિશેને ભાગ ૧૦૨ પાનાંમાં છે ને જૈન ધર્મ વિશેને ભાગ ૨૩૮ પાનામાં છે. કેટલાંક ચિત્રો પણ આમેજ થયાં છે. બન્ને ધર્મના સર્વ સિદ્ધાંતને આવરી લેવાને એમાં પ્રયત્ન છે. કેટલીક આવશ્યક ઐતિહાસિક ભૂમિકા છે અને આજની દષ્ટિએ પણ બને ધર્મોની કેટલીક ચર્ચા છે. બન્ને વિભાગ માટે ઉપયોગમાં લીધેલા ગ્રંથની યાદી મોહનભાઈએ ઉઠાવેલા અપાર શ્રમની આપણને પ્રતીતિ કરાવે છે.
જૈનધર્મ વિભાગનાં ડાંક પ્રકરણે હેરલ્ડ'માં છપાયેલાં મળે છે. અનુક્રમણિકામાં દર્શાવેલું જૈન ધાર્મિક સાહિત્ય એ પ્રકરણ મળેલી સામગ્રીમાં ગેરહાજર છે, પણ એને ઉપગ “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસમાં થઈ ગયો હોવાની સંભાવના જણાય છે.
-
“સામાયિક સૂત્ર” અને “જિનદેવદશન' એ મોહનભાઈના સાંપ્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org