________________
સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈનું સાહિત્યકાર્ય
ઋતિપત્ર લખ્યાં છે ને એવા શ્રમપૂર્વક આ લેખ મેળવ્યા છે; દરેક લેખને આરંભે લેખક તથા લેખના વિષયને પરિચય મૂક્યો છે; ૧૪૭ જેટલાં ફોટાઓ અને રેખાંકને પ્રાપ્ત કર્યો છે ને એને છાપ્યાં છે. મેહનભાઈને આમાં “સુશીલને તથા સુંદલાલ જૈનને સહકાર મળે. ડબલ ક્રાઉન સાઈઝના લગભગ ૭૦૦ પાનાને વરસ ઉપરાંતને સમય લીધેલો એ આ ગ્રંથ મેહનભાઈના સંપાદકીય શ્રમનું એક ઊજળું દષ્ટાંત છે.
મોહનભાઈના વિચારાત્મક ગ્રંથોમાં સૌથી મહત્વને ગ્રંથ તે અપ્રસિદ્ધ છે. એ છે “બૌદ્ધ અને જૈન મતના સંક્ષેપમાં ઈતિહાસ, સિદ્ધાન્ત અને વૈદિક ધર્મ સાથે તુલના.” આ વિષયના નિબંધ માટે ફાર્બસ ગુજરાતી સભાએ તા. ૩-૩-૧૯૧૩ની સભામાં નિર્ણય લઈ રૂ. ૫૦૦નું પારિતોષિક જાહેર કર્યું હતું. આ વિષયને કોઈ સમર્થ તત્વજ્ઞ અને મર્મગ્રાહી વિદ્વાન જ ન્યાય આપી સકે. પિતાને અધિકાર નથી એવી સમજથી મેહનભાઈએ નિબંધ લખવાને કઈ વિચાર કર્યો ન હતો, પરંતુ નિબંધ આપવાની સમયમર્યાદા (૩૦-૬-૧૯૧૪) હતી તે પૂરી થતાં પહેલાં ચાર માસે ફાર્બસ ગુજરાતી સભાના મંત્રીમહાશયે મોહનભાઈના એક મિત્ર દ્વારા સૂચના કરી અને એમના આગ્રહથી મેહનભાઈએ નિબંધ લખવાનું સ્વીકાર્યું. એમણે વિષયને ગંભીર અભ્યાસ શરૂ કર્યો, પરંતુ નિબંધની સમયાવધિ આવી ત્યાં સુધીમાં એ પૂરો થઈ શક્યો નહીં. સમયની સગવડ થશે તે પૂરું કરી આપીશ એમ જણાવી એમણે જે કંઈ લખાયું હતું તે, તથા કરેલી સવ નેધે સભાના મંત્રીશ્રીને સમપિત કર્યા.
સભાએ તા. ૧-૧૦-૧૯૧૪ની બેઠકમાં મોહનભાઈને વધારે સમય આપવાનો ઠરાવ કર્યો અને નિબંધોના નિર્ણાયકો તરીકે કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી તથા તનસુખરામ ત્રિપાઠીનાં નામ નક્કી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org