________________
સ્વ. મોહનલાલ લીચંદ દેશાઈનું સાહિત્યકાર્ય
૧૩૩
મહામૂલે મહાભારત સૂચિગ્રંથ', મધુસૂદન મેદીએ “સર્વોત્તમ કીતિ. સ્તંભ સમે સૂચિત્રંથ”, તો નાનાલાલ મહેતાએ “ગ્રંથકારે માટે ગ્રંથ” કહ્યો. નરસિંહરાવે જણાવ્યું કે “આવા આકરમંથનું અવકન લખવું એ મારા સામર્થની બહાર છે, તે કેશવલાલ હ. ધ્રુવે મેહનભાઈના શ્રમનો અનન્યતા એમ કહીને બતાવી કે “તમે જૈન સાહિત્યની જેવી સેવા બજાવી છે તેવી જૈનેતર ગુજરાતી સાહિત્યની સેવા બજાવનાર કોઈ નથી.” અને કહાનજી ધમસિંહ કવિએ તે ભાવભરી કાવ્યાંજલિ અર્પિત કરી :
જેન કાવ્યસાહિત્યના મહાભારત એ ભાગ, અવલોકનથી ઊપ અંતરમાં અનુરાગ. ૧. જતિ સતી ગુરુ જ્ઞાનિને અનુપમ જ્ઞાનવિલાસ, અચળ કર્યો ઈતિહાસથી, એ નહિ અ૫ પ્રયાસ. ૨. ગુજરાતી સાહિત્યમાં જેન કવિ વર વીર, શુદ્ધ સ્વરૂપે દાખ, મોહન મતિ ગંભીર. ૩. વેતાંબર મંડળી મલી તેને કર્યો પ્રકાશ, ફહાન અભિવંદન કરે, ઈશ્વર પૂરે આશ. ૪.
સંક્ષિપ્ત' તરીકે ઓળખાયેલે પણ હજાર ઉપરાંત પાનામાં વિસ્તરત જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ” શ્રી મહાવીર સ્વામીના સમયથી સં. ૧૯૬૦ સુધીના શ્વેતામ્બર જૈન સાહિત્યનું કાલકમબદ્ધ દિગ્દર્શન કરાવે છે. સમકાલીન વ્યક્તિઓ પરત્વે તટસ્થ રહી શકાતું નથી એ સમજથી પિતે સગીર મટવા ત્યાં સુધીમાં અવસાન પામેલા લેખકે આગળ અટકી જવાને મેહનભાઈ એ ઉપક્રમ રાખે છે. દિગમ્બર સાહિત્યને પિતાનાં સાધનશ્રમની મર્યાદાને કારણે એ સમાવેશ કરી શક્યા નથી, પણ તાંબરમાં મૂર્તિપૂજક પરંપરા સાથે સ્થાનક વાસી પરંપરાના સાહિત્યની પણ તેમણે કિંચિત નેધ લીધી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org