________________
૧૦૪
જૈન સાહિત્ય સમારેહ-ગુચ્છ ૩
અપેક્ષાકારણુ મોક્ષ પ્રાપ્તિ માટે જ્યાં સુધી ન મળેલ હેય ત્યાં સુધી પ્રધાન સમજવાં, અપેક્ષાકારણ મળ્યા પછી દેવ-ગુરુધર્મ નિમિત્તકારણુ બળવાન લેખવાં કે જેની પ્રાપ્તિથી જીવના પિતાના
અસાધારણકારણુ (ગુણ) અને ઉપાદાનકારણ (ગુણી) ઘાતિકર્મના ક્ષય ' અર્થાત્ મોક્ષપ્રાપ્તિ માટે મહત્ત્વના બની રહે છે.
નિમિત્તકરણને પ્રાપ્ત કરીને તેને સફળ કરવા માટે અસાધારણ અને ઉપાદાન કારણને આત્મપુરુષાર્થ કરીને તેજવંતુ બનાવવું જોઈએ. તે જ પરિણામે સ્વસ્વરૂપને પમાય અને આત્માને નિરાવરણ બનાવાય.
નિમિત્તકારણ એ “પર” છે, જ્યારે ઉપાદાનકારણ “સ્વ' છે. એટલે કે નિમિત્ત અને ઉપાદાનકારણમાં ભેદ છે. જ્યારે ઉપાદાન અને અસાધારણ કારણું ઉભય “સ્વ” છે અને તેથી ભેદરૂપ નથી. તેમ જ વિધેયાત્મક (Positive) છે, તેથી વિપરીત અપેક્ષા અને નિમિત્તકારણું ઉભય પર હેવાથી નિષેધાત્મક (Negative) છે. મૂળ આધાર કારણ એટલે ઉપાદાનકારણ અને તેની વચલી વિકાસ અવસ્થાઓ તે અસાધારણકારણ.
અપેક્ષા-નિમિત્ત-અસાધારણ અને ઉપાદાન કારણથી જે કાર્ય થાય તે વડે આકાર આત્માના ઉપયોગને અર્થાત ઉપાદાનને આપવાના છે અને નહિ કે પુદ્ગલને જેમ દંડ, ચક્ર, પાણું અને હસ્ત દ્વય એ ચાર વડે જે આકાર આપવાના છે તે માટીને અને નહિ કે હસ્તધયના માલિક કુંભારને
સ્વક્ષેત્ર, સ્વગુણ પર્યાયરૂપે જે હોય તે નિશ્ચય કહેવાય. તેથી અસાધારણ અને ઉપાદાન કારણ સ્વક્ષેત્રે હોવાથી તે નિશ્ચય રૂ૫ છે. અપેક્ષાકારણ અને નિમિત્તકારણ પરદ્રવ્ય છે અને પરક્ષેત્રે છે તેથી તે વ્યવહારરૂપ છે.
અપેક્ષાકાર મળ્યા બાદ નિમિત્ત કારણને મેળવવા અને તેનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org