________________
પાંચ સમવાય કારણ અને ચાર સાધના કારણે
૧૦ઇ
૧૦૩
પછી બીજા મુકામના ફેરા–ચક્કર ચાલુ જ રાખવા, કે જ્યાં મંઝિલ હાય જ નહિ.
અથવા તે..
(૧) સંસારમાંથી મોક્ષમાર્ગ કેરી કાઢો અને સંસાર રહિત થઈ અંતિમ કાર્ય કરી સિદ્ધિ મેળવવી–મુક્તિ મેળવવી અને આત્મમાંથી પરમાત્મા બની જવું, જેથી કાર્ય-કારણની પરંપરા-શૃંખલાને અંત આણ ચક્કરમાંથી છૂટી જઈ સાદિ-અનંત સ્થિર થઈ જવાય.
જ્યાં કાર્ય-કારણ હોય છે ત્યાં કર્તા-ભોક્તા ભાવ હોય છે. પ્રયોજન હોવાથી સુખ માટે ભોક્તાભાવ અને કાર્ય હોવાથી ત્યાં કર્તાભાવ આવે છે. પુરુષાર્થ એ કર્તાભાવ છે. જ્યારે મોક્ષમાર્ગમાં મોહભાવને હણવારૂપ કર્તાભાવ હોય છે.
જે બની શકે એમ હોય તે કર્તવ્ય છે અને તે જ કાર્યરૂપ હોય છે. જે કાર્ય પછી નિત્યતાની પ્રાપ્તિ થાય તેને કાર્ય કહેવાય. પુદ્ગલદ્રાવ્ય વિનાશી હેવાથી પારમાર્થિકતાએ તે કાર્યક્ષેત્ર નથી. આમક્ષેત્ર એવું છે કે જ્યાં અંતિમ કાર્યની સિદ્ધિ થઈ શકે છે. માટે જ મોક્ષ એ કાર્ય છે અને તે અવશ્ય ભવ્યજીવોએ કરવા જેવું કર્તવ્ય છે, એ કર્તવ્યરૂપ છે. મોક્ષ પ્રાપ્ત થયા પછી કાંઈ કરવાપણું રહેતું નથી. તેથી તે કાર્ય થયું કહેવાય.
અજ્ઞાની ફળને ચુંટે છે. પરંતુ તે ફળના મૂળકારણને જોતા જેતે નથી. એ શ્વાનવૃત્તિ છે. જ્યારે જ્ઞાની કાર્ય (ફળ)માં કારણને એટલે કે મૂળને જુએ છે અને કારણ અર્થાત્ કમબંધના સમયે તેના કાર્ય એટલે કે ફળનો વિચાર કરે છે. એ સિંહકૃત્તિ છે.
અજ્ઞાની પુદયમાં ફળને ચૂંટે છે અને પુણ્યકર્મબંધ વેળાના શુભભાવને ભૂલે છે. જ્યારે પાપકર્મબંધ વેળા અજ્ઞાની તેના ફળ સ્વરૂપે આવી પડનાર દુઃખને વિચાર કરતો જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org