________________
જૈન સાહિત્ય સમારોહ-ગુરછ ૩
પરંપર કારણ. સર્વજ્ઞતા અર્થાત કેવલજ્ઞાનની પ્રાપ્તિનું અનંતરકારનું તે વીતરાગતા-ક્ષપકશ્રેણિ છે. જ્યારે એની પૂના પરંપર-કારણમાં ગુણસ્થાનક આરોહણ, સમ્યકત્વ પ્રાપ્તિ આદિ છે.
(૪) ઉપાદાન કારણ : ઉપાદાન કારણ એટલે આત્મા, સ્વયં આત્માને મોક્ષ થઈ શકે છે અને થાય છે. જેમ કે માટીને ઘડે બને છે પણ કપડાંને ઘડો બનતો નથી. ઘટાકારે પરિણમનને સ્વભાવ માટીનો છે. તેમ પરમાત્મ સ્વરૂપે પરિણમનને સ્વભાવ આત્માને છે. માટે આભાને ઉપાદાન કારણ કહેલ છે.
ટૂંકમાં ઉપાદાન કારણ એ ગુણ-દ્રવ્ય સ્વયં છે, જ્યારે અસાધારણ કારણ એ ગુણને ગુણ છે. અથવા તો કહે કે મોક્ષને ઈચ્છક એ ઉપાદાનકારણ છે. જ્યારે મોક્ષની ઈચ્છા એ અસાધારણ કારણું છે. ઉપાદાન કારણ દ્રવ્ય પ્રધાન છે. જ્યારે અસાધારણ કારણ ગુણુપર્યાય પ્રધાન છે.
આમાં એક વિભાગમાં અપેક્ષા અને નિમિત્ત કારણ છે, જેની કમથી પ્રાપ્તિ છે. જ્યારે બીજા વિભાગમાં અસાધારણ અને ઉપાદાન કારણ છે જે યુગપદ પ્રાપ્ત થાય છે.
કર્મભૂમિ, આર્યક્ષેત્ર, આર્યજાતિ, ઉચ્ચગોત્ર (સાત્વિકભાવ યુક્ત સંસ્કારી જીવન)ની અપેક્ષાએ જ્યાં અપેક્ષાકારણ છે ત્યાં જ નિમિત્તકારણે મળી શકે છે. અપેક્ષા કારણ મળ્યાં પછી નિમિત્તકારણના સંબંધમાં આવવું પડતું હોય છે માટે જ તેની અપેક્ષાકારણ અને નિમિતકારણ એવા બે કમમાં વહેચણી કરી છે. અપેક્ષા અને નિમિત્ત. કારણને પામીને, અસાધારણ કારણ અને ઉપાદાનકરણને પામવાની શક્યતા ઊભી થાય છે. જે પ્રાપ્ત થયેથી અસાધારણ અને ઉપાદાન કારણ યુગપદ પ્રાપ્ત થાય છે. કારણ કે દ્રવ્યથી તેના ગુણપર્યાય અભિન્ન છે. અર્થાત દ્રવ્ય એ ઉપાદાન કારણ છે અને ગુણપર્યાયને વિકાસ એ અસાધારણુ કારણ છે. ઉદાહરણ તરીકે મોક્ષને ઈચ્છક ઉત્પાદન દ્રવ્ય
Jain Education International
FOT |
For Private & Personal Use Only
www.jainelibrary.org