________________
પાંચ સમવાય કારણુ અને
ચાર સાધના કારણ
પં. પનાલાલ જગજીવનદાસ ગાંધી
પ્રત્યેક કારણની પાશ્વભૂમિકામાં કારણ રહેલ છે. જેના દર્શને કરેલ પૃથ્થકરણ અનુસાર કાર્યના મૂળમાં મુખ્યતાએ પાંચ કારણ રહેલ છે. એમાં ગૌણ પ્રધાનતા હોઈ શકે છે. આ પાંચ કારણ કે કાર્ય બનવામાં ભાગ ભજવે છે તે (૧) સ્વભાવ (૨) કાળ (૩) કર્મ (૪) પુરુષાર્થ (ઉદ્યમ) અને (૫) ભવિતવ્યતા (નિયતિ–પ્રારબ્ધ) છે. - જ્યાં સુધી અંતિમ કાર્ય થાય નહિ, કૃતકૃત્ય થવાય નહિ, એટલે કે જીવ (આત્મા) એના સ્વભાવ (મૂળ શુદ્ધ સ્વરૂપ)માં આવે નહિ ત્યાં સુધી આ પાંચે કારણે સંસારી છદ્મસ્થ જીવ વિષે વત્તેઓછે અંશે ભાગ ભજવે છે અને કાર્ય-કારણની પરંપરા ચાલતી રહે છે.
જેમ પાંચ કારણ છે, તેમ જૈન દર્શનના તત્ત્વજ્ઞાન અનુસાર તેમ અસ્તિકાય (પ્રદેશ સમૂહ) છે. (૧) ધર્માસ્તિકાય (૨) અધર્મસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય અને (૫) જીવાસ્તિકાય એમ પાંચ અસ્તિકાય છે. આમાં ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાય વિષે માત્ર એક જ કારણ સ્વભાવ ધટે છે. એ ત્રણ અસિતકાય જડ, અક્રિય, અને અરૂપી છે અર્થાત તેમનામાં પરિવર્તન કે પરિભ્રમણ નથી; તેથી તે ત્રણેમાં માત્ર એક જ કારણ સ્વભાવનું અસ્તિત્વ છે. ધર્માસ્તિકાયને ગતિસહાયક ધર્મ, અધર્માસ્તિકાયને સ્થિતિ સહાયક ધમ અને આકાશાસ્તિકાયને અવગાહના દેવાને ધમ, તેમના તથા પ્રકારના આ ભાવ છે. તે સાથે પુદગલાસ્તિકાય વિષે માત્ર સ્વભાવ, કાળ અને ભવિતવ્યતા એ ત્રણ કારણો જ ભાગ ભજવે છે.-પુદ્ગલાસ્તિકાય, એ જડ (અછવ– નિવેતન) હોવાથી તેમ જ વેદના અને જ્ઞાન ન હોવાના કારણે કમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org