________________
૭પ
અનેકાંતદશનનું સામાન્ય સ્વરૂપ દ્રવ્યાર્થિક નયાપેક્ષાએ અનાદિ, અનંત છે અને પર્યાયાર્થિક નયાપેક્ષાએ સાદિ સાંત છે. દ્રવ્યાર્થિક નયાપેક્ષાએ પર્યાય અસત છે અને પર્યાયાર્થિક નયાપેક્ષાએ દ્રવ્ય અસત્ છે. - ઉપરોક્ત બે તો ભેદ અને અભેદ દૃષ્ટિને એક પ્રકાર છે. આ ભેદાદ દષ્ટિને બીજો અગત્યને પ્રકાર પણ લેકપ્રસિદ્ધ કહેવતમાં જ છુપાયેલે પડ્યો છે તેને હવે શોધી કાઢીએ. સંગ્રહનયની અભેદ દષ્ટિ
મનુષ્ય એક સ્વાથી પ્રાણી છે. પુરુષનો સ્વભાવ ભમરા જેવો છે. સ્ત્રીનું ચરિત્ર દેવ પણ કળી શકતા નથી. આ લોકિક વ્યવહાર પ્રસિદ્ધ ઉક્તિઓમાં રેખાંકિત શબ્દોને એકવચનમાં પ્રયોગ શા માટે કરીએ છીએ ? શું તે તે શબ્દ કોઈ એક વ્યક્તિવિશેષ વાચક છે? તે તે ઉક્તિ કોઈ વ્યક્તિવિશેષનું જ લક્ષણ દર્શાવે છે ? ના, તેમ તેમ નથી. વ્યાકરણશાસ્ત્રમાં આ શબ્દોને સામાન્ય નામ કહેવાય છે, કારણ કે તે તે શબ્દ પિતપોતાની જાતિની સર્વ વ્યક્તિઓનો અર્થાત તે તે શબ્દના વાચ્ય અર્થ માત્રને સંગ્રહ કરી – અનેકનું એકીકરણ કરી તે અનેકના સમૂહને એક સામાન્ય નામથી સંબોધે છે.
વ્યાકરણ ભાષાનું વિજ્ઞાન છે, પરંતુ ભાષાની રચના વ્યાકરણ શાસ્ત્રના સિદ્ધાંતનું આલંબન લઈને નથી થઈ. પરંતુ ભાષાના આધારે વ્યાકરણ રચાય છે. વ્યાકરણશાસ્ત્રને મૂલાધાર તે લેકવ્યવહારમાં સાહજિક વિકાસ પામેલી ભાષા છે. ભાષાની રચનાપંડિતો નથી કરતા. અબુધ જનેના પરસ્પરના વ્યવહાર માંથી આપોઆપ ભાષા રચાય છે અને તેમના સામાજિક વિકાસની સાથે સાથે ભાષા પણ વિકાસ પામે છે. અન્યોન્ય સંપર્કરહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org