________________
૭૪
•
નિત્ય વસ્તુ છે જ નહિ. શું મનુષ્ય નિત્ય છે ? દેવ અમર છે? વિશ્વમાં કંઈ વસ્તુ નિત્ય છે તે તે! કહે ? વળી ભિન્ન ભિન્ન તેમજ અન્યોન્ય વિલક્ષણ પર્યાયામાં તમાને એકરૂપતા જણાય છે, તેમાં તમેાને કાઈ સામાન્ય તત્ત્વ જણાય છે. પરંતુ હું પૂછું છું કે મનુષ્ય અને પાષાણુ( પૃથ્વીકાળતા જીવ )માં તમાને એકરૂપતા જાય છે? શું દેવ અને દાનવમાં એકરૂપતા છે? દેવ, દાનવ, મનુષ્ય, મગર, મચ્છ, પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ આદિમાં સામાન્યપશું કયાં છે? મારી દષ્ટિમાં તા પ્રતિક્ષણુ ઉત્પન્ન થતી અને અન તર સમયે નાશ પામતી વસ્તુ જ જણાય છે. વસ્તુમાત્ર વિનાશી છે, પ્રત્યેક ક્ષણુ વિલક્ષણ છે. ભિન્ન ભિન્ન અનેક વિશેષ જ છે. આવી ક્ષણિક વસ્તુ જ સત્ છે. દ્રવ્ય જેવી કાઈ સામાન્ય અને નિત્ય વસ્તુ છે જ નહિ. દ્રવ્ય અસત્ છે. આવી રીતે જે નય વસ્તુને ક્ષણિક, અનેક વિશેષરૂપ માને છે તે પર્યાયાર્થિક નય છે, પર્યાયાર્થિક ભેદદષ્ટિ છે કારણ કે તે પર્યાયામાં અનુગત અભેદ દ્રવ્યતત્ત્વને માનતા નથી. આવી રીતે એકની એક વસ્તુ
જૈન સાહિત્ય સમારાહ – ૭ ૩
-
દ્રવ્યાર્થિક નયા પેક્ષાએ નિત્ય છે અને પર્યાયાર્થિક નયાપેક્ષાએ અનિત્ય છે.
.
દ્રવ્યાર્થિક નયાપેક્ષ એ એક છે અને પર્યાયાર્થિક નયાપેક્ષાએ અનેક છે. દ્રવ્યાર્થિક નયાપેક્ષાએ સામાન્ય છે અને પર્યાયર્થિક નય.પેક્ષા એ વિશેષ છે.
Jain Education International
વ્યાર્થિક નયાપેક્ષાએ અભેદ (નિર્વિકલ્પ) છે અને પર્યાયાર્થિક નયાપેક્ષા એ ભેદરૂપ (સવિકલ્પ) છે,
'',,
દ્રવ્યાર્થિક નયાપેક્ષાએ અવિનાશી છે અને પર્યાયાર્થિક નયાપેક્ષાએ
વિનાશી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org