________________
૭૨
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ તે એક માટીદવ્ય જ આવે છે. “આમા અમર છે” કહેનારની પણ આ જ દષ્ટિ છે.
અનાદિકાલીન નિગોદ અવસ્થામાંથી વ્યવહારરાશિમાં આવી જીવ આ સંસારમાં ભિન્ન ભિન્ન ગતિ, જાતિ આદિ પર્યામાં ભ્રમણ કરે છે. અનેક પ્રકારના ભિન્ન ભિન્ન તિર્યંચ પર્યાયમાં પરિભ્રમણ કરતાં કરતાં કદાચ મનુષ્ય થાય, મનુષ્ય મટીને દેવગતિ પણ પ્રાપ્ત કરે છે, દેવપર્યાય ત્યજી તે જ જીવ ફરી મનુષ્ય પણ થાય અથવા પશુ, પક્ષી, મગર, મરછ અને કદાચ એ કેન્દ્રિય જાતિમાં પૃથ્વી, વનસ્પતિ આદિ સ્થાવરકાયપણું પણ પ્રાપ્ત કરે અને આવી રીતે ભ્રમણ કરતાં કરતાં નારક પણ બને છે. આવી રીતે અનંતાનંત પર્યાયોને પ્રાપ્ત કરવા થકી ભવ્ય છવ સિદ્ધ પણ થઈ જાય છે અને તેના સાંસારિક પર્યાને અંત આવે છે.
જે નયના આલંબને વક્તા આત્માને અમર, અવિનાશી, શાશ્વત, ધ્રુવ આદિ કહે છે તે નયની દષ્ટિમાં છવ. નિગોદથી લઈ સિદ્ધ થતાં સુધી જે ભિન્ન ભિન પર્યાય ધારણુ કરે છે તે પર્યાયે આ દૃષ્ટિમાં આવતા જ નથી. એક છવદ્રવ્ય કાળક્રમથી જે અર્થાન્તરો પ્રાપ્ત કરે છે. તેને આ દષ્ટિ અર્થાન્તર સ્વરૂપે જોતી જ નથી. આ દષ્ટિ તે કહે છે: “અર્થાન્તર છે જ ક્યાં ? શું તે જવને કેાઈ ગુણ નાશ પામે છે? નાશની તો વાત જ જવા દે. તેના ગુણમાં એક અંશની પણ હાનિ ચા વૃદ્ધિ કદાપિ થતી નથી. વળી તે પ્રદેશદળમાંથી એક પ્રદેશની પણ કદાપિ હાનિ યા વૃદ્ધિ થતી નથી. આમ છે તો પછી અર્થાન્તર કયાંથી આવ્યું ? ભેદ કયાં થયો ? તે જીવના સ્વરૂપમાં વિશેષતા કયાં આવી ? વિનાશનો તે સવાલ જ ઉપસ્થિત નથી થતા. તમો માને છે તે પર્યાયવિશો તે મારી દ્રષ્ટિમાં આવતા જ નથી તો હું તેને કેમ માની શારી દષ્ટિમાં તે એક, નિર્વિકલમ (અખંડ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org