________________
જૈન સાહિત્ય સમારેહ– ગુચ્છ ૨
જાય છે. એક સામાન્ય ઉદાહરણથી બેઉ એકાંતવાદની અપ્રમાણિકતા સિદ્ધ કરીએ. પરદેશમાં ભણગણુને આઠ વર્ષે ઘેર આવતા દીકરા સુરેશને ભેટી પડતાં મા બેટાને કહે છે, “આવ બેટા સુરેશ ! તું કેટલું બધું બદલાઈ ગયો છે ? ઓળખાય તેવો પણ નથી રહ્યો.” અત્રે આઠ વર્ષના ગાળા પછી ઘરે આવેલાને “આ જ મારો બેટે છે જે આઠ વર્ષ પૂર્વે પરદેશ ગયેલ છે તેમ માનીને જ તેના બેટાને “આવ બેટા સુરેશ” કહી માતા આવકારે છે તે જ એકાંત ક્ષણિકવાદને અસિદ્ધ કરે છે. અને જે દીકરો આઠ વર્ષના ગાળામાં ઓળખાય તેવો રહ્યો નથી અર્થાત તેમાં આમૂલ પરિવર્તન થયું હોવા છતાં પણ તે જ તેને દીકરે છે તેમાં માને લેશમાત્ર શંકા થતી નથી તે જ એકાંત નિયવાદને અસિદ્ધ કરે છે. એકાંત ક્ષણવાદ કે એકાંત નિત્યવાદની જેમ સર્વ એકાંત મતે બુદ્ધિમાં નથી ઊતરતા કે નથી વ્યવહારમાં અનુભવાતા.
' જે દર્શન પ્રતિપાદિત વસ્તુ સ્વરૂપ લેકવ્યવહારમાં અનુભવાતું નથી તે દશન યથાર્થ છે, કારણ કે તે તર્કશુદ્ધ અનુમાન પર રચાયું નથી. અનુમાન તક પૂર્વક થાય છે. તક પ્રત્યભિજ્ઞાનપૂર્વક થાય છે અને પ્રત્યભિજ્ઞાનને આધાર સ્મૃતિ છે. સ્મૃતિ ધારણની જ હોય છે અને તે ધારણા લેકવ્યવહારમાં અનુભવાતા પદાર્થો(ભાવાત્મક યા દ્રવ્યાત્મક)ની જ થાય છે. આથી દર્શનધારાનું “ઉગમસ્થાન લોકવ્યવહાર છે. તેથી કોઈ પણ દર્શન વ્યવહારને અપલાપ કરે તો તેની પ્રમાણિકતા પ્રતિ શંકા થાય તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. આપણા વ્યાવહારિક જીવનમાં અનેકાંતસિદ્ધાંતને
સ્વીકાર કેવી રીતે અંતભૂત થયું છે તેની વિચારણા કરીએ તે ( પૂર્વ દ્વિમુખી સિક્કાની ઉપમાએ તત્ત્વનું વૈત સ્વરૂપ – જે અનેકાંતનું હાર્દ છે – સમજવા પ્રયત્ન કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org