________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ સમજો બિલકુલ અઘરો નથી, કારણ કે જૈન દર્શન વસ્તુનું જેવું સ્વરૂપ પ્રરૂપે છે તેવું આપણું વ્યાવહારિક જીવનમાં અનુભવમાં આવે છે, તેથી પૂર્વગ્રહરહિત બુદ્ધિમાં સહજ ઊતરી જાય છે. લકત્તર દર્શન હેવા છતાં પણ તે આપણું લૌકિક વ્યવહારમાં અનેકાંતદશન ઓતપ્રોત થયેલું અનુભવી શકાય છે. આથી વિપરીત એકાંત દર્શને જેવું વસ્તુ-સ્વરૂપ કહે છે તેવું અનુભવમાં આવતું નથી તેથી બુદ્ધિમાં ઊતરતું નથી. લોકવ્યવહાર વસ્તુના સ્વભાવને નિયામક નથી પરંતુ વસ્તુ સ્વભાવ લોકવ્યવહારને નિયામક છે. આપણા કૌટુંબિક, સામાજિક, આર્થિક, રાજકીય આદિ સમગ્ર પ્રકારના લૌકિક વ્યવહારમાં વસ્તુના યથાર્થ સ્વભાવનું પ્રતિબિંબ પડે છે. એકાંતદર્શનકારે વસ્તુનું જ સ્વરૂપ પ્રરૂપે છે તેની વિરુદ્ધ વ્યવહાર ચાલે છે તેથી વ્યવહાર નહિ પરંતુ એકાંતદર્શન પ્રરૂપિત વસ્તુસ્વરૂપ અયથાર્થ કરે છે. એકાંત ક્ષણિવાદી કહે છે કે વસ્તુમાત્ર ક્ષણજીવી છે. તે ઉત્પન્ન થાય છે અને બીજી જ ક્ષણે તે નાશ પામે છે. આ ક્ષણિકવાદનું નિરાકરણ કરનાર પ્રત્યભિજ્ઞાનની પ્રમાણુતાની સ્વીકૃતિ વ્યવહારમાં હર પળ સ્પષ્ટ જણાય છે. એકાંત નિત્યવાદને પણ વ્યવહાર ગણકારતો નથી. એકાંત નિત્યવાદની માન્યતા મુજબ વસ્તુ જ્યાં, જેવી અને જેવડી છે તે હરહંમેશ ત્યાં, તેવી અને તેવડી જ રહેવી જોઈએ. વાસ્તુમાં કોઈ પણ પ્રકારે ભેદ (change) ન થવો જોઈએ. આ વાદ મુજબ દદી સાજે ન થાય, સાજે દદી ન થાય, સુખી દુઃખી ન થાય અને દુ:ખી સુખી ન થાય. સંસારી મુક્ત ન થાય. આવું કેણ માને છે ? અરે આ વાદના હિમાયતીઓ પણ દર્દી આવતા વિદની દવા લેવા
* ભૂતકાળમાં જોયેલી વસ્તુ અને વર્તમાનમાં તમારી સમક્ષ ઉપસ્થિત થતી વરતુ એકની એક જ છે (તેમજ એક જેવી છે) તેવો નિશ્ચય જેનાથી થાય છે તે પ્રત્યભિજ્ઞાન છે.
Jain Education International
For Private & Personal Use Only
FOT F
www.jainelibrary.org