________________
સાતમે જૈન સાહિત્ય સમારોહ
૩૧. શ્રી સૂર્યકાન્ત પરીખે શિબિર અને સિમ્યુઝિયમ જવાની વાત કરી હતી. એક જ જગ્યાએ બે-ત્રણ દિવસ, શહેરથી દૂર મળી કઈ ખાસ વિષય પર ચર્ચા થાય એ જરૂરી છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી “હેમદ્રાચાર્ય યુનિવર્સિટી ” તરીકે ઓળખાવી જોઈએ. એ અંગે માત્ર જૈન જ નહિ, સવે ગુજરાતીઓએ સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ.
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જૈન ચેર સ્થાપવામાં આવે તો સારું એવું અનુદાન પે તે મેળવી આપે એમ શ્રી ચંદ્રકાંત ગાંધીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે સ્થાનિક સંસ્થાઓ તરફથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી જગજીવન પી. શાહ અને ડે. રમણલાલ ચી. શાહનું તથા ડાયરેકટર શ્રી કાંતિલાલ કોરાનું હારતોરાથી બહુમાન કરવામાં આવ્યું હતું. વિદ્યાલય તરફથી સ્થાનિક સંધના આગેવાન અને નિમંત્રક સંસ્થાઓના કાર્યકરોનું પણ હારતોરાથી બહુમાન કરવામાં આવ્યું હતું.
પ્રા. તારાબહેન ર. શાહે સને આભાર માન્ય હતે.
સમારોહના પ્રથમ દિવસે પાલનપુર પાસે આવેલી લોકનિકેતનરતનપુર અને બાલારામ સઘન ક્ષેત્ર-ચિત્રાસણુની મુલાકાતે ગોઠવવામાં આવી હતી અને વિદ્યામંદિરની જુદી જુદી સંસ્થાઓની મુલાકાત સૌએ લીધી હતી.
આમ જ્ઞાનવિનિમય, જ્ઞાનવૃદ્ધિ અને મિત્રીના ક્ષિતિજ વિસ્તાર સાથે સાતમો સમારોહ સંપન્ન થયો હતો.
આ સમારોહની સમિતિના સભ્ય તરીકે ડે. રમણલાલ ચી. શાહ (સંયોજક), શ્રી અમર જરીવાલા, શ્રી કાંતિલાલ ડાહ્યાલાલ
રા, શ્રી નટવરલાલ એસ. શાહ, શ્રી પન્નાલાલ ૨. શાહ અને છે. ધનવન્ત ટી. શાહે સેવા અપી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org