________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
ઉપસંહાર
સમારોહને ઉપસંહાર કરતાં અધ્યક્ષ ડો. ઉમાકાન્ત પી. શાહે કહ્યું હતું કે આપણે સૌએ સાંપ્રદાયિક દષ્ટિ ઉપર બહુ ભાર ન મૂકવો જોઈએ. ભારતીય સંસ્કૃતિના આપણે અંગ છીએ, વિશાળ દષ્ટિ કેળવવાની જરૂર છે. મેં એક વાર જાપાનના એક પ્રખ્યાત મઠમાં બૌદ્ધ સાધુઓને ગાન કરતાં સાંભળ્યા હતા. તે વૈદિક જ્ઞાનની પદ્ધતિ હતી. સાતમા સૈકામાં ચીનમાંથી બૌદ્ધ ધર્મ જાપાનમાં ગયો ત્યારે એ શૈલી પણ સાથે ગઈ હશે. ચીનમાં ભારતમાંથી બૌદ્ધ ધર્મ ગમે ત્યારે બૌદ્ધ ગાનની પદ્ધતિ પણ વૈદિક ગાન જેવી હશે. હિન્દુ, બૌદ્ધ અને જૈન શાસ્ત્રોના કેનું પઠન કઈ રીતે થતું હશે, ઉત્તરાધ્યયન સૂત્રનું પઠન કઈ રીતે થતું હશે તે જાણી લેવું જોઈએ.
હિન્દુ, જૈન અને બૌદ્ધ એ ત્રણે ધર્મો સાથે ચાલતા હતા અને એકમેકમાંથી સારું અપનાવતા હતા. આપણે ભારતીય તરીકે એકમેકના ધર્મોને તુલનાત્મક અભ્યાસ કરીએ તે માટે આ સમારેહ છે.” સંગેષ્ઠિ | સંગોષ્ઠિમાં શ્રી અમર જરીવાલાએ સૂચન કર્યું હતું, કે “મોટાં શહેરોમાં, ખાસ કરીને મુંબઈમાં રીસર્ચ ઇન્સ્ટિટયૂટ સ્થાપીને સ્કોલર્સ તૈયાર કરવા જોઈએ. જ્ઞાનભંડારે વિશે વાતો થાય છે પણ એને ઉપયોગ થતો નથી.”
સંગોષ્ઠિના અન્ય વક્તાઓ સર્વશ્રી કાંતિલાલ મહેતા, મુનિ શ્રી હંસ, પંડિત નગીનભાઈ, શ્રી ગણપતલાલ ઝવેરી, શ્રી મૃગેન્દ્ર શાહ, શ્રી વસંતલાલ નરસિંહપુરા અને શ્રી ચીમનલાલ પાલિતાણાકર
હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org,