________________
૨૮
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ શાહે કહ્યું હતું, કે વિ. સં. ૧૪૯૮માં શ્રી જિનમંડનગણિએ આ ગ્રંથની રચના અણહિલપુર પાટણમાં કરી હતી. સંસ્કૃતમાં લખાયેલા આ ગ્રંથમાં ગૃહસ્થ શ્રાવકના પાંત્રીસ ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ગુણને માગનુસારીના ગુણે તરીકે પણ ઓળખવામાં આવ્યા છે. શ્રાવક ગૃહસ્થની સુંદર વ્યાખ્યા આપવામાં આવી છે.” મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન
“જૈન સર્જકના પ્રદાનનું શ્રેય અધ્યયન' વિષે બોલતાં ડિ. બળવંત જાનીએ પ્રા. જયંત કોઠારીની પુસ્તિકા “મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેનોનું પ્રદાનને પરિચય કરાવ્યો હતો. આ પ્રકાશનથી મધ્યકાલીન ભાષાસાહિત્યના ઇતિહાસને એક બહુ મોટો વળાંક મળે છે. આ પુસ્તિકામાં જૈન સાહિત્યની વિવિધતા, વિપુલતા અને સાહિત્યિક ગુણવત્તાની સૂક્ષ્મ ચર્ચા કરી ખરો અંદાજ દર્શાવાય છે. ઇતિહાસમાં પ્રવેશ નહિ પામેલ કંઈ કેટલાય સજક અને કૃતિઓની વિગતે તેમાં આપી છે. ૧૨ મીથી ૧૯મી સદી સુધીના ગુજરાતી ભાષાસાહિત્યના વિકાસના દશકાવાર ઇતિહાસ જૈન કૃતિઓને લીધે મળે છે. ૨૧૦૦ જેટલા મધ્યકાલીન સજ કેમાંથી ૧૬૦૦ જેટલા સર્જક જૈન છે. ત્રણેક હજાર મધ્યકાલીન કૃતિઓમાંથી બેએક હજાર જેટલી રચનાઓ જૈન સજ કે દ્વારા રચાયેલ છે. ગુજરાતી સાહિત્યની આરંભની કૃતિ “ભરતેશ્વર બાહુબલિ રાસ' પણ જૈન સર્જક શ્રી શાલિભદ્રસૂરિ દ્વારા રચાયેલી છે. અન્ય નિબંધ - જૈન સા હત્ય, ઈતિહાસ અને કળા વિભાગમાં અન્ય વક્તાએના નીચે મુજબના નિબંધો રજૂ થયા હતા?
“જૈન સંસ્કૃતિનું રક્ષક સાહિત્ય—પ્રા. અરુણ જોશી, જૈન સ્તોત્રસાહિત્ય –. મણિભાઈ ઈ પ્રજાપતિ, “સોમદેવસૂરિ' -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org