________________
સામાયિક
૩૫૫
પાલણહાર, દશવિધ યતિધર્મના આરાધણહાર, બારસિંખુની પડિમાના જાણ, બારભેદે તપસ્યાના કરણહાર, સત્તરે ભેદે સંયમના પાલણહાર, અઢારે ભેદ અબ્રહ્મચર્યના વરજણહાર, વીસ અસમાધિ દેશના ટાલણહાર, એકવીસ સબળા દેષનાં ટાલણહાર, બાવીસ પરિષહના છતણહાર, સત્યાવીસ સાધુજીના ગુણે કરી સહિત, ત્રીસ મહામોહિની સ્થાનકના વરજણહાર, તેત્રીસ આસાતનાના ટાકણહર, બાવન અનાચીરણ દોષના ટાલણહાર, બેતાલીસ પાંચ સડતાલીસ ઓગણપચાસ જુમળે છ– દેષ ટાળી આહાર પાણીનાં લેનાર, સચિત્તના ત્યાગી, અચેતના ભોગી, મહાવેરાગી, પંડિતરાજ, કવિરાજ, મુનિરાજ, ધીરજવંત, લજાવંત, સૂત્રસિદ્ધાંતના પારગામી, તેડવા આવે નહીં, તર્યા જાય નહિ, તળાવે તરસ્યા, વિવાહે ભૂખ્યા, કંચન કામિનીથી દૂર, નિર્લોભી, નિર્લાલચુ, સફરી ઝાઝરમાણુ, નિગ્રંથ પુરુષ તરણતારણ, તારણે નાવા સમાન, સિંહની પેરે શરીર, સાગરની પેરે ગંભીર, ચંદનની પેરે શીતલકારી, સૂરજની પેર ઉદ્યોતના કરણહાર, ત્રિવિધ ત્રિવિધ વ્રત પચ્ચખાણના પાલણહાર, એ આદે દઈને અનેક ગુણે કરી સહિત, તમસંબંધી, તમારા - માગસંબંધી તમારા જ્ઞાન-દશન-ચારિત્ર-તપસંબંધી આજના દિવસ સંબંધી અવિનય, અભક્તિ, આશાતના, અપરાધ કીધે હેય તે હાથ જોડી, માન મેડી ત્રણ વાર પ્રદક્ષિણું દઈ . ભુને ભુજે ખમાવું છું.
(નાની)
૧૧. મુહપત્તિ પડિલેહણના બેલ (૫૦) :
જેમાં ૨૫ બોલ મુહપતિને અને ૨૫ બોલ અંગ પડિલેહણ ના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org