________________
એન સાહિત્ય સમારોહ - ગુચ્છ રે " भववीजाकुरजनना रागादयः क्षयमुपागता यस्य । :
ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥" અર્થાત “ભવબીજુંકુર ઉત્પન્ન કરનારા રાગાદિ જેના ક્ષય પામી ગયા હોય, તે બ્રહ્મા છે, વિષ્ણુ હે, હર હે, વા જિન છે તેને નમસ્કાર હે !” વિરોધીઓ ને રાજા કુમારપાળ આદિ તે દિંગ જ થઈ ગયા. * હેમચંદ્રાચાર્ય આવા મહાન છતાં તેમની ગુણગ્રાહિતા, સરળતા ને નિર્માનિતા આશ્રયકારક હતી. એક વખત તેઓ શત્રુંજયની યાત્રાથે ગયા હતા. ત્યાં ભગવાન ઋષભદેવજીની સન્મુખ આ નિરભિમાની મહાન આચાર્ય, એક ગૃહસ્થ કવિ–મહાકવિ દનપાલકૃત “ઋષભપંચાશિકા” અપૂર્વ ભાવથી ગાઈ; અને બાણની કાદંબરી ની સ્પર્ધા કરતી એવી “તિલકમંજરી” મહાકથાના સર્જક આ મહાકવિ ધનપાલ પંડિતની આ કાવ્યકૃતિ તો પદે પદે કે અદ્ભુત ભક્તિરસ નિઝરે છે, એમ ભક્તો સમક્ષ તેની ભારોભાર પ્રશંસા કરી, પિતાનું અનુપમ. ગુણગ્રાહીપણું દાખવ્યું; અને ગૃહસ્થની સુકૃતિ પ્રત્યે ગુણપ્રમોદ દાખવવાને ભવિષ્યમાં ધડ લેવાયોગ્ય દાખલ પૂરા પાડયો. - શ્રી હેમચંદ્રાચાયે શાસનપ્રભાવનાથે અનેક ચમત્કારો કરી બતાવ્યા કહેવાય છે. પણ તેમને મોટામાં મોટો ચમત્કાર (miracle) તે તેમનું અદ્ભુત સર્વાગીણ (all round) સાહિત્યસર્જન છે"કોઈ કાવ્યમાં, કોઈ નાટચમાં કોઈ શબ્દશાસ્ત્રમાં, કઈ ન્યાયમાં, કોઈ અલંકારમાં, કોઈ છંદમાં દક્ષ હોય, પણ સર્વપટુ (all-: rounder) આ કલિકાલસર્વ'નું પાટવ તો સર્વત્ર હતું. સાડા, ત્રણ ક્રેડ કપ્રમાણ વિપુલ સાહિત્ય સર્જનારા આ સાહિત્ય, જગતના વિરાટ પુરુષે (collosus) એવું કોઈ પણ વાંભય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org