________________
જૈન જ્ઞાનભંડારો
૩૩૩ ઊભો થયે. આથી વીર સંવત ૯૮૦માં (યાકલી પ્રમાણે વિક્રમ સંવત ૫૧૦ અથવા પ૭૦માં) સૌરાષ્ટ્રમાં વલભી અર્થાત અર્વાચીન. વલભીપુર ખાતે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં એક પરિષદ, ભરવામાં આવી, જેમાં સર્વ સાધુઓની સંમતિથી જૈનધર્મનાં અંગો અને ઉપાંગોને લિપિબદ્ધ કરવાનું ઠરાવાયું. આનું પરિણામ એ આવ્યું કે તે પછીની શતાબ્દીઓમાં વિદ્યાકીય પ્રવૃત્તિમાં વૃદ્ધિ થવા માંડી. અને જ્ઞાનને આધારરૂપ પુસ્તકોનું મહત્વ જૈનધર્મમાં એટલું વધ્યું કે દૈનિક ઉપાસનામાં દેવ અને ગુરુની સાથે શાસ્ત્રને પણ
સ્થાન અપાયું તથા ધર્મગ્રંથને સ્વાધ્યાય એ દેનિક કર્તવ્ય, ને શાસ્ત્રદાન એ પરમ પવિત્ર કાર્ય ગણાયાં. આ ઉપરાંત પુસ્તકોની નકલ ઉતરાવીને તેને સુપાત્ર સાધુ યા સાધ્વીને અર્પણ કરવું તે શ્રાવકોએ ધન વાપરવાના સાત ક્ષેત્રો માંનું એક ગણાયું. જૈન મતમાં જ્ઞાનનું મૂલ્યાંકન કેટલું ઊંચું છે તે એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે તેમાં કાર્તિક સુદ પંચમીને જ્ઞાન પંચમી તરીકે ઉજવવામાં આવે છે.
હિંદુ અર્થાત સનાતન વૈદિક પૌરાણિક ધર્મમાં અધ્યયન અને અધ્યાપન એ ગૃહસ્થાશ્રમી બ્રાહ્મણ પંડિતાનું કર્તવ્ય હોવાથી જ્ઞાનસાધના અને તે સાથે સંબંધિત ગ્રંથના સંગ્રહ પરંપરાગત રીતે બ્રાહ્મણ કુટુંબની વ્યક્તિગત માલિકીના હોય છે. જ્યારે જૈનધર્મમાં તેવું નથી. જૈન સમાજમાં જ્ઞાનસાધના સાધુઓને વિષય રહ્યો છે અને તેમણે પાળવાનાં પાંચ મહાવતેમાં એક વ્રત અપરિગ્રહનું હેવાથી તેઓ પુસ્તકેને પરિગ્રહ કરી શકતા નથી. આ કારણે, આ કાર્ય જૈન સંધને શિરે આવ્યું. આથી જૈન જ્ઞાનભંડાર સંઘની માલિકીના હોય છે, અને તેથી જ તેમની જાળવણી પણ વ્યાપક પ્રમાણમાં ઉત્તમ રીતે થઈ શકી છે.
ભારતમાં ઓછામાં ઓછાં પાંચસે ગામ અને શહેરમાં જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org