________________
૨૩
જૈન જ્ઞાનભડારા
પ્રા, નલિનાક્ષ પડયા
ભારતના સાંસ્કૃતિક વારસામાં જૈન ધર્મ તરફથી થયેલાં પ્રદાનમાં એક અગત્યનું પ્રદાન તે જૈન ગ્રંથભંડારા છે. તેમને માટે · વપરાતા શબ્દ ‘ જ્ઞાનભંડાર ’ સ્પષ્ટ રીતે સૂચવે છે કે તેમાં મહત્ત્વ ભૌતિક પુસ્તકાનું નહીં પણ તે પુસ્તìામાં સમાયેલા જ્ઞાનનું છે. આવા જ્ઞાનભંડારી ભારતભરમાં જ્યાં જ્યાં જૈનેાની ગણનાપાત્ર વસ્તી છે તે શહેરા અને ગામેામાં આવેલા છે. જૈનધર્મ'ની શ્વે તાંબર અને દિગ ખર એ તે મુખ્ય શાખાએ જ્ઞાનભંડારા ધરાવે છે. પરંતુ શ્વેતાંબર શાખામાં તેમને વિકાસ અને જાળવણી નોંધપાત્ર રીતે વિશેષ રહી છે.
પ્રાચીન ભારતમાં અધ્યયન અને શિક્ષણ માટે મૌખિક પદ્ધતિ પ્રચલિત હોવાથી ગ્રંથેાતે કઠસ્થ કરવામાં આવતા, જેમાં ઉચ્ચારશુદ્ધિનું મહત્ત્વ રહેતુ. વૈદિક-પૌરાણિક પરપરા તેમજ જૈન અને બૌદ્ધ મતની શ્રમણુ પરપરા એ બંનેમાં આરંભમાં મૌખિક જ્ઞાનની પ્રણાલી હતી. પણ કાળક્રઐ જ્ઞાન અને સાહિત્યમાં વૃદ્ધિ થતાં તે તમામને યાદ રાખવાનું મુશ્કેલ બનતું ગયું. પરિણામે લેખિત પુસ્તકની રચના જરૂરી બની. જૈન મતમાં આ ઉપરાંત એક ખીજી પરિબળ પણ મૌખિક પદ્ધતિના ત્યાગ માટે કારણરૂપ બન્યું હાવાનુ જણાય છે. તે એ કે ઈસવી સનની પાંચમી શતાબ્દીમાં પડેલા એક ભીષણ દુકાળમાં ઘણા જૈન વિદ્વાન સાધુએ મૃત્યુ પામતાં મૌખિક પરંપરાથી જળવાયેલા જ્ઞાન-સાહિત્ય માટે વિનાશના ભય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org