________________
અહિંસાનાં પરિમાણ,
૩૦૭ નાની ભૂલો માટે સખત સજાઓ કરવામાં આવે છે. દાઢીને એક વાળ પણ રહી ગયું હોય, કે યુનિફોર્મને એક ફલેપ જરીક સરખે ન હોય તે ગાળો ભાંડવામાં આવે છે. સૈનિકને અપમાનિત કરવામાં આવે છે અને સખત શિક્ષા પણ કરવામાં આવે છે. આવા વર્તન થકી સૈનિકેમાં ઉપરીઓ પ્રત્યે ધિક્કારની લાગણી, ઘણાનું ઝેર જમા થતું જાય છે. દારૂગોળે એકઠા થતા જાય છે. અને છેવટે જયારે મોરચા પર લડવાનો વખત આવે છે, ત્યારે એ જ ધિક્કારની લાગણું હિંસક રૂપ ધારણ કરે છે, અને redirect થઈ દુશ્મન પ્રત્યે ગોળીએરૂપે વછૂટે છે. દારૂગોળાને ચિનગારી ચંપાય છે, અને વિસ્ફોટ થાય છે. એક વખત હિ સકવૃત્તિ ફેણ ચડાવે, પછી એક દિશાએથી બીજી દિશા તરફ એને સહેલાઈથી વાળી શકાય છે.
આત્મઘાત પાછળ પણ મૂળભૂત વૃત્તિ હિંસાની જ હોય છે. પિતાને ઘાત કે અન્યને ઘાત હિંસા વગર થઈ શકતો નથી. એટલે કોઈ ધર્મ, વિચારધારા કે પરંપરાએ આત્મઘાતને સમર્થન આપ્યું નથી. પરિગ્રહ અને અસલામતી :
પરિગ્રહવૃત્તિ અને લાલસા-તૃષ્ણા બિનસલામતીની ભાવના. માંથી જન્મે છે. પરિગ્રહમાંથી ભય ઉતપન્ન થાય છે અને ભયમાંથી હિંસા નીપજે છે. હિંસક માનવી ભયભીત હોય છે. અહિંસક માનવી જ નિર્ભય હોઈ શકે. અહિંસાનું વિધાયક સ્વરૂપ - અહિંસા કે અમારિનાં બે રૂપે છે: (૧) નિષેધાત્મક અને (૨) વિધાયક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org