________________
ગુરુ ગૌતમસ્વામી
૨૮૯ આ રીતે સમજી શકાય ? અષ્ટાપદ એટલે આઠ યદ. જૈનશાસ્ત્ર પ્રમાણે જે વ્યક્તિને કેવલજ્ઞાન - અનંત કે અનાવરણ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તેણે ૧૩ મા ગુણરથાનકે પહોંચવું જોઈએ, તેરમાં ગુણસ્થાને પહોંચનાર વ્યક્તિ તે સગી કેવળી. ચૌદમા ગુણસ્થાને પહોંચનાર વ્યક્તિ તે અગી કેવળી. ચૌદ ગુણસ્થાન એટલે જૈન પરિભાષા પ્રમાણે સંપૂર્ણ આત્મવિકાસનાં ચૌદ પગથિયાં અથવા ચૌદ તબક્કા. ચૌદ ગુણસ્થાનમાં આઠમાં ગુણસ્થાનનું નામ છે અપૂર્વકરણ. એ ગુણસ્થાને પહોંચતાં જ્ઞાનાવરણય, દર્શનાવરણય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મો ઘણું જ પાતળાં પડવા લાગે છે. તેથી આત્મા અલૌકિક શાંતિ અનુભવે છે. તેને વીતરાગપણની ઝાંખી થવા લાગે છે. આ ગુણસ્થાને પહોંચવા માટે જ્ઞાનની જરૂર પડે છે. જ્ઞાનની સહાય વડે જ કર્મો હળવા થવા લાગે છે, અને ઉત્તરોત્તર એને ક્ષય થવા લાગે છે.
ગૌતમસ્વામી સૂર્યકિરણ પકડીને અષ્ટાપદ પર પહોંચ્યા અને ત્યાં તેમણે વીતરાગ પ્રભુની પ્રતિમાઓનાં દર્શન કર્યા. શાસ્ત્રમાં જ્ઞાનને સૂર્ય સાથે સરખાવ્યું છે. સૂર્ય કરતાં પણ જ્ઞાનની શક્તિ ઘણું ચડિચાતી છે. ગૌતમસ્વામી સૂર્યકિરણ પકડીને એટલે કે જ્ઞાનને સહારે દે, કર્ણો દૂર કરતાં કરતાં, ક્રમશઃ આત્મશુદ્ધિ કરતાં કરતાં અપૂર્ણકરણ નામના આઠમા ગુણસ્થાને પહોંચ્યા, એમ ધટાવી શકાય. તેમને અપૂર્વ આનંદ થયો. આમ અષ્ટાપદજી એટલે માત્ર સ્થળ પર્વત જ નહિ પરંતુ આત્મશુદ્ધિ તરફ ગતિ કરનારી, આત્માને અપૂર્વ ઉલાસ આપનારી ઉત્કૃષ્ટ ભૂમિકા, પંદર સે ને ત્રણ તાપસે તપ કરવા છતાં અષ્ટાપદ પર ચડી ન શકયા, તેને અર્થ એમ ઘટાવી શકાય કે માત્ર શુક બાલ તપથી આત્મશુદ્ધિ ન થાય, પરંતુ તપની સાથે ભાવ જ્ઞાન અને ધ્યાન હેય તે જ આત્મશહિ તર ઝડપથી ગતિ કરી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org