________________
ગુરુ ગૌતમસ્વામી
૨૮૭
કઠિન પારિભાષિક પ્રશ્નોના ઉત્તરે તેમાં સમાયેલા છે. મુખ્યત્વે ભગવતીસૂત્રને મોટે ભાગ, ઉત્તરાધ્યયનસૂત્ર, ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, વિપાકસૂત્ર,રાયપાસેણુય વગેરે આ ગામમાં આ સવાલ-જવાબ સચવાયા છે. ભગવતીસૂત્રના આધારે જાણી શકાય છે કે ભગવાન મહાવીર અને ગૌતમસ્વામી માત્ર એક ભવના નહિ પરંતુ અનેક ભવના સાથી હતા. દરેક ભાવે ગૌતમસ્વામીએ ભગવાનની કોઈ ને કોઈ સ્વરૂપે સેવા કરી છે.
ગૌતમસ્વામીમાં અપાર નમ્રતા હતી. પોતાની ભૂલ પોતાનાથી નાના માણસ પાસે કબૂલ કરવામાં તેઓ પાછી પાની કરતા નહિ. વાણિજ્યગ્રામના અવધિજ્ઞાની આનંદ શ્રાવકની અવધિજ્ઞાન વિશેની મર્યાદાની વાતમાં એમને શંકા થઈ, પરંતુ ભગવાન મહાવીરે જેવું કહ્યું કે આનંદ સાચા છે કે તરત જ ગણધર પદે પહોંચેલા ગૌતમ
સ્વામી તેમની ક્ષમા માંગવા ગયા હતા. * ગૌતમસ્વામી ભગવાન મહાવીરના સંદેશવાહક હતા. અવધિજ્ઞાની મહાશતકે પિતાની દુરાચારિણે પત્ની રેવતીને સાચાં પરંતુ અપ્રિય વચનો કહ્યાં હતાં. એક ધર્મારાધક અને અવધિજ્ઞાનને ન શોભે એવી એ ઘટના હતી. એ પ્રસંગે ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞાથી ગૌતમસ્વામી મહાશતક પાસે ગયા. તેમની ભૂલ સમજાવી અને તેમની પાસે પ્રાયશ્ચિત્ત કરાવી તેમને દેજમાંથી ઉગાર્યા. - અતિ ઉગ્ર તપ, ઉત્તમત્તમ ભાવ અને ધ્યાનને કારણે ગૌતમ
સ્વામીને કેટલીક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. લબ્ધિ એટલે આત્માની અભુત ચમત્કારિક શક્તિ પિતાની લબ્ધિની જાણ તેમણે પોતે કઈને કરી નહોતી.
ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નહતું. ભગવાન મહાવીરે જ્યારે કહ્યું કે જે વ્યક્તિ અષ્ટાપદ પર જઈ જિનબિંબનાં દર્શન કરે તેને કેવળજ્ઞાન જલદી પ્રાપ્ત થાય. ગૌતમસ્વામીએ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org