________________
૧૦
જૈન સાહિત્ય સમારોહ - ગુચ્છ ૨
તત્વજ્ઞાન વિભાગની બેઠકના પ્રમુખ પં. દલસુખભાઈ માલવણિયાએ સમાપન કરતાં કહ્યું હતું, કે આચારાંગસૂત્રમાં સમ્યક્ત્વની ચર્ચા થઈ છે. સમ્યફત્વની એટલે ચારિત્રસમ્યમ્ દષ્ટિ એટલે શ્રદ્ધા અને સમ્યમ્ શ્રદ્ધા, સમ્યગુ જ્ઞાન અને સમ્યગ ચારિત્રની જ ચર્ચા છે. એમણે સ્યાદ્વાદને મહિમા કરતાં કહ્યું હતું, કે બધા વાદને સરવાળો એટલે સ્યાદ્વાદ અર્થાત અનેકાન્તવાદ. કોઈ પણ વાદ કે મતને મિથ્યા કહે એ જૈન દર્શનની માન્યતા નથી.
શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળના ઉપપ્રમુખ અને છટ્ટા જૈન સાહિત્ય સમારોહની સમિતિના સભ્ય શ્રી નટવરલાલ એસ. શાહે આભાર માન્યો હતો. એ સાથે તત્ત્વજ્ઞાન વિભાગની બેઠકની પૂર્ણાહુતિ થઈ હતી. જૈન સાહિત્ય વિભાગની બેઠક
શનિવાર, તા. ૧૫–૨–૧૯૮૫ના રોજ બપોરના ૩-૦૦ કલાકે જૈન સાહિત્ય, કલા, ઈતિહાસ અને સ્થાપત્યની દ્વિતીય વિભાગીય બેઠકને કે. જે. પી. અમીનના પ્રમુખપદે પ્રારંભ થયો શ્રી નટવરલાલ એસ. શાહે ડે. જે. પી અમીનને પરિચય આપ્યો હતો ઈતિહાસની આરસીમાં ખંભાત
3. જે પી અમીને “ઇતિહાસની આરસીમાં જૈન તીર્થધામખંભાત” એ વિષય પર નિબંધ રજૂ કર્યો હતો તેમણે કહ્યું :
તીર્થોમાં મંદિરને સમૂહ હોય છે અને એમનું પોતાનું આગવું વાયુમંડળ કે વાતાવરણ હોય છે, જેમાં પ્રવેશતાંની સાથે જ સાધકનું મન અંતર્મુખ થઈ જાય છે અને પરમ શાંતિની અનુભૂતિ કરે છે.' ખંભાતને આવું તીર્થસ્થાન ગણાવી એમણે પૌરાણિક ઉલ્લેખ તથા લેકઅનુશ્રુતિ અનુસાર ખંભાતનાં જુદાં જુદાં ૨૬ નામે ગણાવ્યાં હતાં. પુરાણપ્રસિદ્ધ અને નારદ મુનિએ વસાવેલું આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org