________________
પ્રાચર્ય સાધનાની જેનશૈલી
૨૪૯ હરણું મહાત્મા ગાંધીનું છે. ગાંધીજી બ્રહ્મચર્યની વ્યાખ્યા આપતાં કહે છે કે, “બ્રહ્મચારી રહું એટલે સ્ત્રીમાત્રને સ્પર્શ ન કરું, મારી બહેનને પણ સ્પર્શ ન કરું, એવું નથી. પણ બ્રહ્મચારી હોઉં એને અર્થ એ કે કાગળનો સ્પર્શ કરે અને જેમ વિકાર ન થાય તેમ કંઈ પણ સ્ત્રીને સ્પર્શ કરું પણ વિકાર ન થાય તેવી સ્થિતિ હેવી જોઈએ. મારી બહેન માંદી હોય અને તેની સેવા કરતાં, તેને સ્પર્શ કરતાં બ્રહ્મચર્યને ખાતર મારે અચકાવું પડે તો તે બ્રહ્મચર્ય ધૂળ જેવું છે.” આ બ્રહ્મચારી પ્રસંગે કર્તવ્ય ઉપસ્થિત થતાં સ્ત્રીના સ્પર્શથી દૂર ભાગતો નથી. આવી સાધના પણ છેક પ્રાચીન કાળથી જોવા મળે છે. સ્ત્રીઓની કે કામોત્તેજક વાતાવરણની વચ્ચે રહીને બ્રહ્મચર્ય પાળનાર, આવા ઉપાસકે સાધુ, બ્રહ્મચારી કે પરિણીત બ્રહ્મચારી પણ હોઈ શકે તેમાંનાં ચેડાં નામો જોઈએ? વનવાસી જીવન ગાળતાં મર્યાદાપુરુષોત્તમ શ્રીરામ; ભગવાન શ્રી કૃષ્ણ; કેશા વેશ્યાના સંદર્ભમાં મહામુનિ સ્થૂલિભદ્રજીના પ્રસંગે; વિજય શેઠ અને વિજયા શેઠાણીનું પતિ-પત્નીનું અખંડ બ્રહ્મચર્ય, બૌદ્ધ ધર્મકથાના યુવાન પાત્ર મહાકશ્યપ અને તેમનાં પાનીનું લગ્નમાં ય બ્રહ્મચારી જીવન; બંગાળના શ્રી રામકૃષ્ણદેવ અને શારદામણિનું વિશુદ્ધ દાંપત્ય, પોંડીચેરી આશ્રમમાં સાથે જ ચાલેલ મહાયોગી શ્રી અરવિંદ અને માતાજીનો ગાઢ સાહચર્યવાળે દિવ્ય જીવનેગ, મહાત્મા ગાંધી અને શ્રીમતી કસ્તુરબા; લેકનાયક શ્રી જયપ્રકાશ નારાયણ અને શ્રીમતી પ્રભાદેવી દંપતી છતાં આજીવન બ્રહ્મચારી – આ બધાં પાત્રો એ બ્રહ્મચર્યની બીજા પ્રકારની ઉપાસનાનાં ઉદાહરણ ગણાય. - બ્રહ્મચર્ય સાધના માટે નવ વાડનું વિધાન કર્યું છે તેથી
જૈન ધર્મ નિયમપ્રધાન લાગે છતાં પ્રસંગે નિયમને ગૌણ કરીને જિન ધર્મ તેનું વિવેકપ્રધાન પાસું પણ બતાવે છે. દા. ત., શ્રમણને કે બ્રહ્મચારીને સમાજમાં રહેવાનું કે જવાનું તે થાય અને ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org