________________
૨૪૮.
જૈન સાહિત્ય સમારેહિ – ગુછ ૨
વધારે અને વિવેકપ્રેરિત સ્વતંત્રતાની તક ઓછી અને વિવેકથી માન્ય એવી બ્રહ્મચારી કે બ્રહ્મચારી ગૃહસ્થને જરૂરી સ્વતંત્રતા તેમાં વધારે જોવા મળે છે. પ્રથમ પદ્ધતિના બ્રહ્મચારીને સ્ત્રીના સ્પર્શની વાત તે દૂર રહી પરંતુ જેમ મરઘીના બચ્ચાને બિલાડીને ભય હોય છે તેમ તેણે સ્ત્રીને ભય રાખવે તેવું “દશ વૈકાલિક સૂત્ર'માં અ. ૮/૫૪ માં શાસ્ત્રકાર કહે છે. જ્યારે આ બીજી પદ્ધતિમાં સ્ત્રીને વિજાતીય વ્યક્તિને ભય નથી પણ સાવધાનીથી વિવેકપૂર્વકને મુકાબલો હોય છે.
જેન ધર્મમાં કે હિન્દુ ધર્મમાં આ બંને પ્રકારની સાધનાનાં ઉદાહરણ જોવા મળે છે. પ્રથમ પદ્ધતિથી બ્રહ્મચર્ય પાળનારામાં આદર્શ ઉદાહરણ લક્ષમણજીનું ગણી શકાય. જયારે રાવણ સીતાનું અપહરણ કરી ગયો ત્યારે સીતાએ રસ્તામાં પોતાનાં ઘરેણાં એક એક કરીને ફેંકી દીધાં હતાં જેથી રામને ખબર પડે કે સીતાને કયા રસ્તેથી લઈ ગયા છે. આ ઘરેણાં એકત્ર કરીને રામે લક્ષ્મણને બતાવ્યાં અને પૂછયું કે તું આ ઓળખે છે ત્યારે લમણે જવાબ આપ્યો:
नहि जानामि केयूरे, नहि जानामि कुण्डले । नू पुरे त्वभिजानामि, नित्य पादाभिवन्दनात् ॥
એટલે કે બાજુબંધ અને કુંડલ જે ઉપરના ભાગનાં ઘરેણું છે તે હું ઓળખતા નથી પરંતુ ઝાંઝરને ઓળખું છું, કારણ કે દરરે જ સીતાજીને પગે લાગતી વખતે આ ઝાંઝર હું જોતો હતો. લક્ષ્મણના આ વિધાનમાં પ્રથમ પ્રકારની આદશ ઉપાસના જેવા મળે છે કે જેમાં નિત્યના સહવાસી તાં, જરૂરી નથી. તેથી સીતાજીનું મુખ પણ તેણે નથી જોયું.
બીજા પ્રકારની બ્રહ્મચર્યસાધનાનું આધુનિક આદર્શ ઉદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org