________________
૨૪૬
જૈન સાહિત્ય સમારેહ– ગુચ્છ' ૨ જૈન ધર્મમાં બ્રહ્મચર્યની સાધનાને માટે જે નિયમો સૂચવવામાં આવ્યા છે તેને ' કહે છે. ગુતિ એટલે વાડ. છેડ નાને હોય ત્યારે તેની સુરક્ષા માટે જેમ વાડ હોય છે તેમ બ્રહ્મચર્યની સુરક્ષા માટે નવ વાડનું અથવા તેમાં એક ઉમેરીને દશ સમાધિ
સ્થાનકેનું પાલન કરવાનો આદેશ આપેલ છે. નવ વાડ કે નવ નિયમોને સારાંશ જોઈએ તે તેમાં સૂચન છેઃ બ્રહ્મચારીએ સ્ત્રી, માદા પશુ કે નપુંસકની વસ્તીથી દૂર રહેવું; સ્ત્રીનાં અંગોપાંગ ન જોવાં; તેમની સાથે એકાંત વાતચીત ન કરવી; તેમના હાસ્ય, -ગીત કે રુદનના અવાજ ભીંતની સાથે પણ ન સાંભળવા; ભૂતકાળની રતિક્રીડાઓને યાદ ન કરવી; સાદે અને માપસર આહાર રાખવો; ટાપટીપને ત્યાગ કરવો વગેરે નવ વાડને મુખ્ય ધ્વનિ આ સુભાષિતને મળતો છે?
धृत कुम्भसमा नारी तप्तांगारसमः पुमान । तस्माद्धृतं च वहि च नैकत्र स्थापयेद् बुधः ॥
એટલે કે નારી ઘીના ઘડા જેવી છે અને પુરુષ સળગતા અંગારા જે. બંનેના સંગથી જવાળા પ્રજવલિત થઈ જાય છે તેથી ઘી અને આગને કદી પણ બુદ્ધિમાન એકત્ર ન રાખે.
જૈન ધર્મ નિવૃત્તિપ્રધાન છે. તેમાં ગૃહસ્થાશ્રમમાં જીવતા શ્રાવકે માટે મર્યાદાવાળા બાર વ્રતનું વિધાન છે ખરું, પરંતુ જેન ધમને બધે ઝેક સંન્યસ્તાશ્રમ – શ્રમણ જીવન તરફ છે નવ વાડનું સર્વાશે પાલન આજના યુગમાં તો શ્રમણવર્ગ માટે પણ અશકય બને તેવી પરિસ્થિતિ છે તો બ્રહ્મચારીની તે વાત જ શી ? સ્ત્રીનું દર્શન ટાળવું કે તેના અવાજે કાને ન પડવા દેવા વગેરે આજે શક્ય જ ક્યાં છે ? તે પછી બ્રહ્મચારી કે અમણે બ્રહ્મચર્યની સાધના કઈ રીતે કરવી ? "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org