________________
બ્રહ્મચર્ય સાધનાની જૈનશૈલી
પ્રા. મચંદ રતિલાલ શાહ
જૈનધર્મમાં બ્રહ્મચર્યની બે વ્યાખ્યા જોવા મળે છે. તેમાં પહેલી વ્યાખ્યા ઘણું વ્યાપક અને તાત્વિક છે? . ब्रह्मचर्य सत्यतपोभूतदयेन्द्रियनिरोधलक्षणम् ।
सूत्रकृतांगसूत्र, श्रुतस्कंध २, मध्य ५ गाथा १ એટલે કે સર્વ ઈન્દ્રિોના સંયમ દ્વારા સર્વ આમ્રવને-પાપવૃત્તિએને નિરોધ કરીને સત્ય, તપ જીવદયા વગેરે પિતાના આત્મિક ગુણોથી યુક્ત સ્વાત્મસ્વરૂપમાં ચર્ચા કરવી–૨મણુતા કરવી – તેનું નામ બ્રહ્મચર્ય. બ્રહ્મમાં ચર્ચા કરવી તે જ બ્રહ્મચર્ય. આ વ્યાખ્યા પ્રમાણે કહી શકાય કે પરમાત્માસ્વરૂપને વિસ્મરીને કાંઈ પણ વિચારવું તે જ અબ્રહ્મચર્ય અને આપણે તાત્ત્વિક બ્રહ્મચર્ય કહીએ
બ્રહ્મચર્યની બીજી વ્યાખ્યા “મૈથુન વિરમણ'ના અર્થમાં છે. મિથુન વિરમણ એટલે કામગને ત્યાગ, પુરુષ–સ્ત્રી પરસ્પરના કામસંગથી દૂર રહે છે. સ્થૂલ વીર્યની રક્ષા એ તેનું મુખ્ય લક્ષણ છે. આને આપણે સ્થૂલ બ્રહ્મચર્ય કે કાયિક બ્રહ્મચર્ય પણ કહી શકીએ.
પ્રથમની વ્યાખ્યાવાળા તાત્વિક બ્રહ્મચર્યના પાલનમાં, હૃદય, મન કે શરીરમાં કિંચિત પણ વિકારવૃત્તિ હેતી નથી. તેથી આવા બ્રહ્મચર્યના ફળસ્વરૂપે સહેજે કાયિક બ્રહ્મચર્ય હોય છે. કાયિક બ્રહ્મચર્ય એ કાંઈ તાત્વિક બ્રહ્મચર્યનું દયેય નથી. તેનું શ્રેય તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org