________________
“સુમપુત્તરિય”: એક અભ્યાસ
પ્રા, અરુણ શાંતિલાલ જોષી
ધર્મના દાન તપ, શીલ અને ભાવ એવા ચાર ભેદમાં ભાવનું મહત્ત્વ સવિશેષ રીતે સ્વીકારાયું છે; જાણીતી કહેવત મન ચંગા તો કથરોટમાં ગંગા” પણ મન અથવા મનના વિષય ભાવનું મહત્ત્વ પ્રદર્શિત કરે છે. ભવસાગરને તરવા માટે ભાવ હેડી છે, સ્વર્ગે જવા માટે નિસરણી છે અને મનોવાંછિત વસ્તુ મેળવવા માટે ભાવ ચિંતામણિરત્ન સમાન છે. આ વાતને રસિક કથા દ્વારા અનંતહંસરચિત “સિરિ પુરવયં 'માં સુંદર રીતે વ્યક્ત કરવામાં આવી છે. ભાવ થકી, સાધુ થયા વગર, ગૃહવાસમાં વસતાં વસતાં પણ કેવલી થઈ શકાય છે એ વાત નીચેની કથા દ્વારા કવિએ સ્પષ્ટ કરેલ છેઃ
દુર્ગમપુરના રાજ દ્રોણ અને રાણી કુમાને પુત્ર નામે દુર્લભ રાજમદને લીધે નાનાં બાળકોને આકાશમાં દડાની જેમ ઉછાળવામાં આનંદ પ્રાપ્ત કરતા હતા. તે નગરના ઉદ્યાનમાં એક વાર સુલોચન નામના કેવલી પધાર્યા. તેમની પાસેથી ભદ્રમુખી યક્ષિણીએ માહિતી મેળવી કે પિતાને પૂર્વભવને સુવેલ નામને પતિ રાજકુમાર દુર્લભ તરીકે જન્મે છે. પછી બાળકોને ઉછાળવામાં તલ્લીન એવા તે રાજકુમારને તે યક્ષિણું પિતાના દિવ્ય ભવનમાં લઈ આવી અને
૧ “મા વિ મનોવિસ – સિરિમાલકા, ગાથા ૨૧ ૨“ પુરવરિયમ્', ગાથા ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org