________________
વિરલ પ્રતિભા શ્રી વીરચંદ રાઘવજી ગાંધી
૨૨૯
હુમલાઓ કરતા રહ્યા છે અને એ બધાં આક્રમણેાની આફતા આવ્યા છતાં ભારતના આત્મા જીવંત રહ્યો છે. એના આચાર અને ધર્માં સાબૂત છે અને સારાયે વિશ્વને ભારત તરફ મીટ માંડીતે જોવું પડે છે. સંસ્કૃતિનાં લક્ષણ ખેતી, કલાકારીગરી, સાહિત્ય, સદાચાર અને જ્ઞાનવિજ્ઞાનનાં સાધને, આતિથ્યસત્કાર, તારી પૂજા, પ્રેમ અને આદર બધું જ ભારતમાં કઈ જુદા જ સ્વરૂપે જોવા મળે છે. ખરીદી શકાય એવી એ સંસ્કૃતિ હોત તા ઇંગ્લેન્ડ આ દેશમાંથી એને ખરીદી લઈ શક્ત, પેાતાની મનાવી શકત, પશુ એવું નથી બન્યું, નહિ બની શકે. '
છેક ઈ. સ. ૧૮૯૩ માં વીરચંદ રાઘવજી ગાંધીએ દેશના આર્થિક અને રાજકીય સ્વાતંત્ર્યની વાત કરી હતી. એક વાર એમણે અમેરિકન લેાકાને કહ્યું કે ભારત અત્યારે પરદેશી એડી નીચે કચડાયેલું છે. એ માત્ર ધાર્મિક ક્ષેત્રમાં સ્વાતંત્ર્ય ધરાવે છે, પણ ભારત સ્વતંત્ર થશે ત્યારે તે હિંસક માર્ગે કાઈ પણ દેશ પર આક્રમણ નહી કરે.
૧૮૯૩ માં ગાંધીજી માત્ર બેરિસ્ટર હતા, તે સમયે વીરચંદભાઈએ આ ભવિષ્યકથન કર્યું હતુ.. એમની એ કલ્પના કેટલી બધી વાસ્તવિક સાબિત થઈ !
પણ હું તાએથી ય આગળ વધીને કહીશ કે આ ધર્મજ્ઞાતા અનેાખા ક્રાંતદ્રષ્ટા હતા. આ જગતની પેલે પારનુ જોઈ શકે તે ક્રાંતદ્રષ્ટા, વમાનને વીંધીને ભવિષ્યને જાણી શકે તે ક્રાંતદ્રષ્ટા. જ્યારે ભારતના રાજકીય સ્વાતંત્ર્યની ઉષાનું પહેલું કિરણુ પણ ફૂટપુ નહાતુ ત્યારે વીરચ ́દભાઈએ એમ કહ્યું કે હિન્દુસ્તાન આઝાદ થશે તા બધા દેશા સાથે શાંતિમય સહઅસ્તિત્વથી જીવશે. દેશને આઝાદી મળી તે અગાઉ પાંચ-પાંચ દાયકા પૂર્વે પેલે પ્રારનું દર્શન કરતા વીરચંદભાઈ ‘The Jain Philosophy'
' '
૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org