________________
વિરલ પ્રતિભા : શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ૨૨૫ એ જેને લાગે છે, કયાંક હિંદુઓની તરફદારી કરે છે, પણ બધે જ એ ભા૨તીય લાગે છે.
એમની વાણુમાં પિોથી પંડિતનું શુષ્ક પાંડિત્ય નહતું, પરંતુ ઊંડા અભ્યાસની સાથે હૂંફાળી લાગણું અને ભાવનાઓને સ્પર્શ હતિ. વિવેકાનંદ અને વીરચંદ રાઘવજી ગાંધીની વિચારસરણીમાં અનેકાંતના ઉપાસકની વ્યાપકતા અને સર્વગ્રાહી દષ્ટિ જોવા મળે છે. અમેરિકામાં એમણે માત્ર જૈનદર્શન પર જ પ્રવચન આપ્યાં નથી, પરંતુ સાંખ્યદર્શન, યોગદર્શન, ન્યાયદર્શન, વેદાંતદર્શન, બૌદ્ધદર્શન વિશે પ્રવચન આપ્યાં છે, જ્યારે સ્વામી વિવેકાનંદનાં એ સમયનાં પ્રવચનમાં હિંદુ ધર્મ તરફ વિશેષ ઝેક જોવા મળે. છે, અને બૌદ્ધ ધર્મની આકરી ટીકા પણ મળે છે. આમ છતાં આ બંને સમર્થ પુરુષોએ એકબીજાના પૂરક બનીને, વિદેશમાં ભારતીય દર્શનેની મહત્તા બતાવી છે.
- વીરચંદ રાઘવજી ગાંધીએ સદાય સત્યને પક્ષ લીધે. એમની નિખાલસતા, પ્રામાણિકતા અને જીવનવ્યવહારની પવિત્રતા સહુને
સ્પર્શી જતી હતી. આ ધર્મ પરિષદમાં રેવન્ડ એફ. પેન્ટેકેટ નામના લંડનના પ્રતિનિધિએ ભારતની દેવદાસીની પ્રથાની ટીકા કરીને હિંદુ ધર્મને ઉતારી પાડયો હતો. હિંદુ ધર્મની આ ટીકાનો બચાવ કરનાર એકમાત્ર વીરચંદ ગાંધી હતા. એમણે કહ્યું કે મારા ધર્મની ટીકા કરવાની હિંમત કોઈએ કરી નથી તેથી હું : આનંદ અનુભવું છું. પણ મારા સમાજની જે ટીકા થઈ. તેને. મારે જવાબ આપ જ રહ્યો. વીરચંદ ગાંધીએ પડકાર ફેંકતાં કહ્યું, “આ એ હિંદુ ધર્મ છે જેને માટે ગ્રીસના ઇતિહાસકારોએ નવું છે કે કઈ હિંદુ કયારેય અસત્ય બેલ જ નથી અને કોઈ હિંદ જીને કયારેય અપવિત્ર જાણી નથી.' '
જે-૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org