________________
જેન પદ્યસાહિત્યમાં તીર્થોની પ્રશસ્તિ ૨૦૧ તૈની નોંધ લીધેલી છે. તેનાં કેટલાંક ઉદાહરણ અહીં રજૂ કરવામાં
આવે છે: - (૧) ૧૮૮૩ને અષાડ માસના વદ ૮ ને ભમવારે ક્ષેપરતનસૂરિએ “સિદ્ધાચલ ગિરિ ભેટયા” તેને ઉલ્લેખ કર્યો છે.
(૨) રૂપવિજયજી મહારાજે સમેતશિખર સ્તવનમાં ગાયું
સંવત સર રીખી ગજ ચંદ સમે, ફાગણ સુદી તીજ બુધવાર ગમે;
ગીરી દરસ કરનાં ચિત્ત રમે (૩) સઈ સત્તર (સંવત) ઓગણતીસમાં વિજયાદશમીના રેજ વિનયવિજયજી મહારાજે રાંદેર મુકામે પૂન્યપ્રકાશનું સ્તવન રચ્યું હતું.
(૪) શ્રી દીપવિજય કવિરાજ કહે છે કે “ બીલીમોરા નગરે વર્ણવ્યું વીરનું હાલરૂ, જય જય મંગલ જે ડી વિજય કવિરાજ.'
(૬) શ્રી ઋષભદાસ કવિએ સંવત ૧૬૦૫માં ખંભાતનું જે વર્ણન કર્યું છે તેની બે પંક્તિઓ અહીં નોંધવામાં આવે છે?
સકલ નગર નગરીમાં જય, કંબાવટી તે અધિકી હેય; સકલ દેશ તણે શણગાર, ગુજજર દેશ નર પંડિત સાર. પંચાસિ જિનના પ્રાસાદ, વજ તોરણ તિહાં ઘંટાનાદ,
પિસ્તાલીસ તિહાં પૌષધશાળ, કરે વખાણ મુનિ વાચાળ.” . . દરરોજ સવારે પ્રતિક્રમણ કરતી વેળાએ “તીર્થનંદના '
સ્તોત્રને પાઠ કરવામાં આવે છે અને તે દ્વારા જુદાં જુદાં તીર્થોને ભાવપૂર્વક વંદન કરવામાં આવે છે. એમાં સમેતશિખર, અષ્ટાપદ, વિચલાચલ (શત્રુંજય-સિદ્ધક્ષેત્ર) – ગિરનાર - આબુ - શંખેશ્વર -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org