________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
અને અતિથિવિશેષ શ્રી દીપચંદભાઈ એસ. ગાડને પરિચય આપે હતો. જેને સાહિત્ય સમારોહ યજવા પાછળની દૃષ્ટિ અંગે પ્રકાશ પાડતાં એમણે કહ્યું હતું કે સમારોહ નિમિત્તે અભ્યાસલેખો તૈયાર કરવાની પ્રેરણું રહે છે અને વિદ્વાન અને રસજ્ઞો વચ્ચે પરસ્પર આત્મીય સંબંધ બંધાતાં આ પ્રવૃત્તિને વિકાસ થાય છે અને સામાન્ય પ્રજામાં જાગૃતિ આવે છે.. પવિત્ર ભૂમિ ખંભાત
- તેમણે વિશેષમાં કહ્યું ઃ જૈન સાહિત્ય અતિ વિશાળ છે. છેલ્લાં ૮૦૦ વર્ષને વિચાર કરીએ તે ૨૦ લાખ જેટલી કે તેથી વધુ હસ્તપ્રતો મળી આવી છે. આ હસ્તપ્રતોનું લેખન અને તેની જાળવણીમાં ગુજરાતનાં જુદાં જુદાં નગરોનું પ્રદાન રહ્યું છે. તેમાં ખંભાતને સવિશેષ ફાળો છે. ખ ભાતની આ તીર્થભૂમિને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, આચાર્ય શ્રી હીરવિજયસૂરિજી, દેવેન્દ્રસૂરિ જેવા પૂર્વાચાર્યોની શુભાશિષ મળી છે. વળી આ નગરીના ગૃહસ્થ કવિ ઋષભદાસને શ્રેષ્ઠ જૈન ગૃહસ્થ કવિએમાં સ્થાન મળ્યું છે. એમણે રચેલ “હિતશિક્ષા રાસમાં તેમના પોતાના જીવનને થોડેક પરિચય મળે છે. આવી આ પવિત્ર ભૂમિમાં છઠ્ઠો જૈન સાહિત્ય સમારોહ યોજાયે છે તે અત્યંત આનંદદાયક ઘટના છે. નિયમિત પરિશીલન જરૂરી
તેમણે વિશેષમાં કહ્યું, કે કૃતિની રચના કરવી અને જીવવું એમાં ઘણે મેટો તફાવત છે. જ્ઞાન વિના મુક્તિ નથી એમ જણાવી એમણે ઉમેર્યું હતું કે નવ પૂર્વનું જ્ઞાન હોય પણ તે જીવનમાં પરિણમ્યું ન હ ય તો તે જ્ઞાની જીવ પણ અભવ્ય જીવ હોઈ શકે છે. અત્યારે અભ્યાસભૂખ, જ્ઞાનપિપાસા અને સંશોધન તરફ દૃષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org