________________
છઠ્ઠો જૈન સાહિત્ય સમારેહ
અહેવાલ : પન્નાલાલ ર. શાહ
પ્રાચીન, ઐતિહાસિક, સ્તંભતીર્થ તરીકે વિખ્યાત નગરી ખંભાતમાં તા. ૧૫, ૧૬ અને ૧૭ ફેબ્રુઆરી, ૧૯૮૫ ના ત્રણે દિવસો જૈન સાહિત્યના પ્રકાંડ પંડિત, અભ્યાસીઓ અને રસજ્ઞોએ છઠ્ઠા જેન સાહિત્ય સમારોહ નિમિત્તે વિદ્યાવ્યાસંગમાં ગાળ્યા. જેના સાહિત્ય એટલું બધું વિશાળ અને ઊંડાણભર્યું છે, કે એનું નિયમિત પરિશીલન-પરિમાર્જન થતું રહેવું જોઈએ. આ ભૂમિકા અને દૃષ્ટિથી પ્રતિવર્ષ જૈન સાહિત્ય સમારોહ જુદા જુદા સ્થળે
જાય છે. એમાં સંકુચિત સામ્પ્રદાયિકતાને સ્થાન હોય નહિ, હેઈ શકે પણ નહિ. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે યોજાતા જૈન સાહિત્ય સમારોહ ખંભાતમાં યોજવા માટે નિમંત્રક સાર્વ. જનિક સંસ્થા – શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણું મંડળ તરફથી નિમંત્રણ મળ્યું છે, તે આ દૃષ્ટિનું ઘાતક ગણાય. છઠ્ઠા જૈન સાહિત્ય સમારોહના અધ્યક્ષપદે હતા શ્રી ભંવરલાલ નાહટા, જ્યારે તત્ત્વજ્ઞાન વિભાગની બેઠકના પ્રમુખપદે પં. દલસુખભાઈ માલવણિયા અને જૈન સાહિત્ય, ઈતિહાસ, કલા, સ્થાપત્ય, શિ૯૫ની વિભાગીય બેઠકના પ્રમુખપદે ર્ડો. જે. પી. અમીન બિરાજ્યા હતા. પરિચયવિધિ - છઠ્ઠા જૈન સાહિત્ય સમારોહનું ઉદ્ધાટન શ્રી અશોકભાઈ પરીખે કર્યું હતું. ત્યારબાદ જૈન સાહિત્ય સમારોહના સંયોજક છે. - રમણલાલ ચી. શાહે સમારોહના પ્રમુખ શ્રી ભંવરલાલ નાહટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org