________________
૧૭૦
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ આજે જેના ચારસો-પાંચસે ગણું ભાવની દૃષ્ટિએ કેટલું બધું મૂલ્ય ગણાય ! , આ મહાપુરુષે પ્રાચીનકાળની પદ્ધતિએ આત્મપ્રશંસા નહીં કરવાના કારણે કે બીજા કોઈ કારણે પોતે પોતાના જીવનને ક્યાંય ઉલ્લેખ સરખોય કર્યો નથી. તેમના શિષ્યોમાંના પણ કોઈએ કર્યો નથી. માત્ર તેઓશ્રીના સમકાલીન પૂ. કાંતિવિજયજીએ “સુજસવેલી ભાસ” નામને ગ્રંથ રચ્યું છે તેના ઉપરથી જે કાંઈ સ્પષ્ટા સ્પષ્ટ બીના મળી. તેમજ તેમના બનાવેલા ગ્રંથોના આધારે તેમાં સૂચવ્યા પ્રમાણે જે કાંઈ બીના મળી તે સન ૧૯૫૭માં યશોભારતી પ્રકાશન સમિતિ તરફથી સાહિત્યસેવામાં તમન્ના અને જેમણે પ. પૂ. ઉપાધ્યાયજી મ.શ્રીના સાહિત્ય પ્રત્યે અતિરસ ધરાવ્યું છે, અતિસૂઝ છે તે પ પૂ. યશોવિજયજી (હાલ ૫ પૂ. આ. શ્રીમધન્ય યશદેવસૂરીશ્વરજી) મ. સાહેબના માર્ગદર્શન પ્રમાણે “ન્યાયવિશારદન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રી યશોવિજય સ્મૃતિગ્રંથ”માં પ્રગટ કરવામાં આવેલ છે.
ઉપાધ્યાયજી મ. સાહેબને વિદ્યાના અવતાર કહીએ તે પણ ચાલે, કારણ કે તેમને કામમાં તેમણે વિદ્યાને એટલે બધો ફેલાવો કર્યો કે સામાન્ય જનતા પણ વિદ્યાવ્યાસંગી બની હતી કે જે સંસ્કૃત તેમજ ન્યાયપદ્ધતિથી વાત કરી શકતી હતી.
ન્યાય-વ્યાકરણ, કાવ્ય, કેશ, ધર્મશાસ્ત્ર, યોગ વગેરે કોઈ પણ વિષય એવો ન હતો કે જેમાં ઉપાધ્યાયજી મહારાજે કંઈ ને કંઈ ન લખ્યું હોય. બીજા ગ્રંથકારના સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથનાં ગુજરાતી હિંદીમાં ભાષાંતરે થાય ત્યારે ઉપાધ્યાયજી મહારાજના ગુજરાતી ભાષાત્મક દ્રવ્યગુણપર્યાયના રાસ”નું સંસ્કૃતમાં ભાષાંતર થયું હતુ એ તેમની અપૂર્વ ગ્રંથકાર ” તરીકે સાબિત કરતી વિશિષ્ટતા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org