________________
જૈન સાહિત્ય સમારેહ-ગુ ૨
નાગરવાડામાં બે ઉપાશ્રય, ખારવાડામાં ત્રણ ઉપાશ્રય, ચોકસીની પિળમાં બે ઉપાશ્રય, માંડવીની પિળમાં એક ઉપાશ્રય, બહુચરાજીની પિળમાં એક ઉપાશ્રય,
૨ ળ પાડામાં એક ઉપાશ્રય,
મોટા ચળાવાડામાં (ત્રણ દરવાજ) એક ઉપાશ્રય, તથા બોરપીપળામાં બે ઉપાશ્રય આવેલા છે. ઉપરાંત વડવામાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં સાધુ મહારાજ તથા સાધકે માટે રહેવા-ઊતરવાની સુવિધા છે. આ ઉપરાંત દૂર દૂરથી મોટી સંખ્યામાં આવતા જૈન યાત્રિકોને અદ્યતન સુવિધા મળે તેવી મોટી ધર્મશાળા – શ્રી મેહનલાલ વખતચંદ જૈન ધર્મશાળા અને એની અંતર્ગત ભેજનશાળા – શ્રી ચીમનલાલ વાડીલાલ જૈન ભોજનશાળા પણ ખંભાતમાં દંતારવાડામાં વિદ્યમાન છે.
ખંભાત વિદ્યાનું પરમ ધામ હતું, જેની પ્રતીતિ વિદ્યમાન ગ્રંથભંડારે – શ્રી શાંતિનાથ તાડપત્રીય જ્ઞાન ભંડાર, જૈનશાળામાં આવેલે થી નીતિવિજયજીને જ્ઞાનભંડાર, જ્ઞાનશાળામાં આવેલ શ્રી વિજયનેમિસૂરિજીને જ્ઞાનભંડાર, તથા વિવિધ ઉપાશ્રયમાં આવેલા છૂટાછવાયા સંગ્રહો ઉપરથી પ્રતીત થાય છે તેમાં શાંતિનાથ તાડપત્રીય જ્ઞાનભંડાર ગુજરાતને જ્ઞાનભંડારમાં જ નહિ પરંતુ ભારતના અગ્રગણ્ય ભંડારોમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કરે તેવો સમૃદ્ધ છે.
ડો. પીટર્સન નામના પરદેશી વિદ્વાને ઈ. સ. ૧૮૮૨-૮૩ માં એટલે કે આજથી લગભગ એક સૈકા પહેલાં આ ભંડારની મુલાકાત લઈ તેમાંના ગ્રંથેની પ્રથમ વાર સૂચિ તૈયાર કરી “પીક્સન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org