________________
ઇતિહાસની આરસીમાં જૈન તીર્થધામ ખંભાત ૧૨૭
શંભનપુર, ખંભ, ખંભનપુર, ખંભનપરી, ખંભનયર, ખંભાવતી, ખંભાતિ, ખંભાયત–ધરાવે છે. આમાં મહીસાગરસંગમક્ષેત્ર, ગુખનક્ષેત્ર, સ્તંભતીર્થ તથા મહીનગર પુરાણેલિખિત નામ છે. એમાં મહાનગર નામ સકંદપુરાણના કોમારિકા ખંડમાં ઘણી વખત જોવા મળે છે. એ નગર નારદમુનિએ વસાવ્યું છે એમ લખ્યું છે. અને નગર શબ્દ લગાડેલાં શહેરે પ્રસિદ્ધ હોય તો એને એકલું નગર” કહેવાના દાખલા ઘણા મળે છે. એટલે મહીનગર લોકમાં એકલું “નગર” કે " નગરક” એ નામથી પ્રસિદ્ધિ પામ્યું જણાય છે. એ શહેર હાલના નગરા ગામની જગાએ હતું. નગરા ગામમાંથી જયાદિત્યના મંદિરમાંથી વસ્તુપાલના સમયના બે લેખ એ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યાને મળ્યા છે. એમાં “નામુનિવનિવાસિત શ્રીનાર માથાને ” એ પ્રમાણે ઉલ્લેખ છે. એટલે સ્કદપુરાણના નારદમુનિએ વસાવેલ મહીનગર સાથે આ વિધાનને મેળ મળી રહે છે. આ નગરકને ઉલ્લેખ વલભીના તામ્રશાસનમાં મળે છે, અને વસ્તુપાલના સમયમાં તો એ ઘણું પ્રાચીન મનાતું એ પરથી મિકેના સમયમાં ઈ. સ.ની છઠ્ઠી સદીમાં એ સારી સ્થિતિમાં હતું એમ માનવાને કારણ છે. વિશેષમાં પાણિનીના વ્યાકરણ સાથેના ગણપાઠમાં “મહીનગર” નામનું એક શહેર શ્રી સી. વી. વૈદ્ય ગણવે છે, અને ભારતની પ્રાચીન કે અર્વાચીન ભૂગોળમાં શોધ કરતાં એ નામનું બીજુ કોઈ સ્થળ મળતું નથી તો પછી કંદપુરાણે સ્પષ્ટ ઉલ્લેખેલું અને નારદમુનિએ વસાવેલું મહીનગર એ આ જ હોય. આ ઉલ્લેખને સત્ય માની આગળ ચાલીએ તો નગરા છેક પાણિનીના સમય (ઈ. સ. પૂર્વે ૬ ઠ્ઠી સદી) જેટલું પ્રાચીન ઠરે. મ. સ. યુનિવર્સિટી–વડેદરાના પુરાતત્વ ખાતા દ્વારા થયેલું ઉખનન પણ આટલી પ્રાચીનતાની પ્રતીતિ કરાવે છે.
મહીસાગર સંગમ પાસે આવેલું
આ નગરક-નગરા ઈ.સ.ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org