________________
૧૧૬
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ છે જ્ઞાનમાં આપણે આનંદ તત્ત્વને ઈચ્છીએ છીએ. માટે ય કરતાં આનંદનું લક્ષ્ય વિશેષ કરવું જોઈએ,
સ્વાધ્યાય એટલે આત્માને પોતાને સ્વયંને અધ્યાય, પરદ્રવ્યને અધ્યાય નહિ. સ્વમાં જીવે પોતે પિતાનામાં સમાવાનું છે. પરમાં સમાવાનું બંધ કરવાનું છે.
કેવલી ભગવંત જ્યારે આપણને સિદ્ધ સ્વરૂપે જુએ છે ત્યારે. આપણે આપણને દેહધારી, નામધારી તરીકે શું કામ જોવાં જોઈએ...
સંસારી જીવ દુઃખને જેમ વેદે છે, સમજે છે એમ દેહના સુખને પણ સારી રીતે સમજે છે અને વેદે છે. પરંતુ આત્માને. સહજાનંદ-સ્વરૂપાનંદ શું છે એ સમજતા જ નથી, તે વેદવાની વાત કેટલી છેટી રહી ?
આ આત્માનંદ-સહજાનંદસ્વરૂપાનંદને સમજવા અને વેદવા માટે મેક્ષમાર્ગે ચઢવાનું છે, અધ્યાત્મમાર્ગે ચઢવાનું છે. જેમાં – જે માર્ગમાં- જે સાધનામાં આત્માની એના અનેક પર્યાયથી શુદ્ધ સ્વરૂપની સમજણ લેવાની છે. અને પછી આત્મામાં સ્થિતિ કરીને સહજાનંદ દવાને છે.
આત્માના જ્ઞાનનું—આનંદનું સ્વરૂપ કેવું છે તે વિચારવુંસમજવું અને તે પ્રમાણે આત્મામાં સ્થિતિ કરવી તે અધ્યાત્મ છે.
આપણે આપણા આત્મામાં ધ્યાનસ્થ રહીએ અને કર્મના વિપાકેદયને ન વેદીએ તે નિશ્ચયથી અહિંસા આદિ પંચ મહાવ્રતની. પાલના છે.
વિપશ્યના સાધના એ વિશેષ પ્રકારે વિકારરહિત પિતાના આત્માને મન દ્વારા જોતાં શીખવાની કળા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org