________________
ધ્યેય, ધ્યાન, ધ્યાતા
૧૦૯ તપાસવા જેવાં હોય તે તે આપણું તન અને મન છે. ઉભયને દશ્ય બનાવીને આપણી દષ્ટિ વડે તપાસવાથી ખોટા ભાગથી છૂટી તનની તંદુરસ્તી પ્રાપ્ત થશે અને ઈચ્છારહિત થવાથી મનરહિત થવાશે. અર્થાત્ મન અમન થશે, જેથી દેહરહિત અજન્માવસ્થા પ્રાપ્ત થશે. આમ તન-મનની તપાસ એ પરમાત્માની મહાપૂજા છે. - ' આત્મા ઉપર તન અને મનનું ભયંકર દબાણ-Pressure છે તે Body Pressure and Mind Pressure અર્થાત દેહને દબાવ અને મનને તણાવ ઓછો થશે ને તે ખતમ થશે. પરિણામે Weightless-ગુરુલઘુ સ્વભાવાવસ્થા-સ્વરૂપાવસ્થા જે આત્માની છે તે આત્માને પ્રાપ્ત થશે. અર્થાત પુદ્ગલ(તન અને મન પુદ્ગલના બનેલા હોય છે)થી છૂટતાં, રૂપીપણું એટલે કે સ્કૂલમાંથી સૂક્ષમતામાં થઈ શુન્યમાં અર્થાત અરૂપીપણામાં જવાશે, જે આત્માની સાચી સ્વાભાવિક મૂળભૂત સ્વરૂપાવસ્થા છે. જેવી. અવસ્થા અરૂપી એવાં ધર્મ-અધર્મ અને આકાશાસ્તિકાયની છે. જે અગુરુલઘુપણું છે. '' આત્મપ્રદેશની ફરતે શરીર (દેહ) છે એ દેહનું દબાણ છે. અને અજ્ઞાન-રાગ-મોહ-મમતા-આસક્તિ આદિ મનના તણાવ છે.
આપણે પર-દ્રવ્યોમાં ભેદદષ્ટિ કરીને જીવીએ છીએ અને આપણું સામેન પદાર્થ આપણું ખપને છે કે નહિ ? આપણને તે અનુકૂળ છે કે પ્રતિકૂળ ? – તેને જ વિચાર કરી કરીને રાગ-દ્વેષયુક્ત જીવન જીવતાં હોઈએ છીએ. વાસ્તવિકપણે તો આપણે પરદ્રવ્યને જોવાની જરૂર નથી. આપણે તે આપણું શુદ્ધ સ્વરૂપને અંદર જોતાં શીખવું જોઈએ. અંદરમાં રહેલાં આપણું અજ્ઞાનરાગ-મોહને જોતાં શીખીશું તે ધીરે ધીરે તેનાથી અળગા થઈ મુક્ત થઈ શકીશું ખરેખર તે આપણામાં રહેલ આપણું અજ્ઞાન -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org