________________
કચેચ, દયાન, દયાતા
૧૦૫ દષ્ટિ ભળે છે ક્યાં તો દ્રષ્ટામાં કે કાં તો દશ્યમાં. દશ્યમાં ભિન્નત્વ છે – વિનાશીપણું છે. દ્રષ્ટામાં અભિન્નત્વ છે – અવિનાશીતા છે. દશ્ય પર જે સચ્ચિદાનંદ ભાવો કરીએ છીએ એમાં દશ્યને ન પકડતાં ભાવને પકડીશું તે દશ્ય વિલીન થશે અને દૃષ્ટિ તે દ્રષ્ટામાં લય પામશે.
ધ્યાન અને સમાધિ એ મનના મહાન તપ છે. જ્ઞાન અને તપને ગુપ્ત રાખવાં સારાં.
ધ્યાન એટલે ચિત્તવૃત્તિનિરોધ .. અત્યંતર અંતરક્રિયામાં તો પરમાત્મતત્વના જ્ઞાન-ધ્યાનથી તેમજ નિર્વિકલ્પ સમાધિ આદિથી જ્ઞાન-દર્શન ઉપગનું શુદ્ધિકરણ કરવાનું છે, અને નિર્વિકારિતા-નિર્વિકટ૫ક્તા લાવવાની છે.
સમજવું અને સમજાવવું એ અપૂર્ણ તત્વ છે. ફક્ત અનુભવ સંવેદન એ પૂર્ણતત્ત્વ છે. અનુભવ આત્માથી અભિન્ન હોય, ભિન્ન ન હેય.
એક જ વસ્તુ વિશ્વમાં હોય અને તે પ્રાપ્ત કર્યા પછી ફરી પ્રાપ્ત ન કરવી પડે તે વસ્તુને ધ્યેય કહેવાય. એ છે કેવલજ્ઞાન અને સિદ્ધત્વ. - વિચારેનું મૂળ જ્યાં છે, વિચારે જ્યાંથી ઊઠે છે ત્યાં જે – તેને જે, - આત્મા સ્વરૂપથી દે છે? એ અનુભવવાની ચીજ છે. જ્યારે “આત્મા કેવો નથી' એ કહેવાની ચીજ છે.
જે ચીજ વેચવાની હોય તે જોવાની ન હેય.
સાકર ઘનત્વને છોડે તો જલત્વને પામે. જુદે તું ભેળા થાયઅભેદ થાય તે પરમાત્મતત્વમાં ભળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org