________________
ધ્યેય, ધ્યાન, માતા - દેહભાવે દેહભાન છોડી આત્મભાવમાં આવી આત્મભાનમાં રહી આત્મામાં સ્થિતિ કરે તે જ્ઞાની.
વિકલ્પની પરંપરા એ વિકપનું (મોહ-રાગદ્વેષ દ્વારા) -અમરત્વ છે. વિકલ્પમાંથી રાગદેષ-મોહ સર્વથા નીકળી જાય એ વિકલ્પનું મરણ છે અને નિર્વિકલ્પતાની પ્રાપ્તિ છે.
વિકલ્પને નાશ બે તબકકે કરવાનું છે. પ્રથમ તબક્કામાં વિકલ્પથી જ વિકલ્પને નાશ કરવાનું છે, એટલે કે અશુભમાંથી શુભમાં આવવાનું છે. ત્યારબાદ વિકાસના બીજા તબક્કામાં નિવિકલ્પ વડે વિકલ્પને નાશ કરવાનો છે એટલે કે શુભમાંથી શુદ્ધતામાં આવવાનું છે.
આત્માને કદી સમજાવી શકાતો નથી. “જે અનાત્મભાવે છે તે તું નથી, એમ જ્ઞાની સમજાવે છે, જે સમજીને આત્માને અનુભવ-વેદન કરવાનું હોય છે.
આત્માને મૂકપણે વેદાય છે. વાદવિવાદ બંધ કરીને મૂકપણે માત્માને વેદી શકાય છે. એકાંત + અસંગ + મૌન એ ત્રણેયની આત્મવેદનમાં અત્યંત આવશ્યકતા છે.
અસંગ છે એ મહારમાં છે. એકાંત છે તે અંદરમાં છે. સંગ વિના ન રહી શકાય તે સત્સંગ કરવા કહેલ છે. મૌન ન રહેવાય 'તો પરમાત્મતત્ત્વની વાતો કરવા જણાવેલ છે.
મંદિર-મૂર્તિ આદિ પવિત્ર સ્થાન નું આયોજન એટલા જ માટે પૂર્વાચાર્યોએ કરેલ છે. જેથી એકાન્તમાં ન રહી શકનાર આત્મા તે તે પવિત્ર સ્થાને ને આશ્રય લઈ સાધનામાં આગળ વધી શકે.
માટે જ તે સ્ત્રીકથા-રાજકથા-ભક્તકથા-દશકથાને ત્યાગ યુવા જ્ઞાની ભગવતેએ ફરમાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org