________________
ચતુર્થ જૈન સાહિત્ય સમારોહ ગદ્યકારોની અલગ સૂચિ અને હસ્તપ્રત લિપિબદ્ધ થયાની સાલના સમાવેશ સાથે આપી છે. સ્થાન અને રાજકર્તાઓની પણું સૂચિ આપીને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં એવી કૃતિની નિર્ણાયકતાના દરવાજા એમણે ખોલી આપ્યા છે. આ ઉપરાંત પૂરક સામગ્રી ગુરુ પરાવળીઓ, કથાના મ કષ, કક્કાવાર અનુક્રમણિકા અને સુચિથી સંશોધકને માર્ગ સરળ થયો છે અને એટલે વિરોધી પુરા ન મળે તો “જૈન, ગુર્જર કવિઓ'ના આ ગ્રંથને અમે અધિકૃત ગણુએ છીએ.”
જૈન ભડા : સાચવણીની વિશિષ્ટ પરિપાટી - જૈન સાહિત્યની આ વિભાગીય બેઠકના સંચાલક ડે. રમણભાઈ એ સમાપન કરતાં જણાવ્યું હતું કે જૈન ધર્મમાં સાહિત્યકૃતિ લખાય એ જ્ઞાન છે. તેની આશાતના ન થાય એટલે કાળજીપૂર્વક સાચવણીની એક વિશિષ્ટ પરિપાટી ઊભી થઈ. એના પરિણામે ગ્રંથભંડારો ઊભા થયા અને એ ભંડાર સાર્વજનિક થયા, જેમાં માત્ર જૈનોની કૃતિઓ સચવાઈ છે એવું નથી. આવા ભંડારોમાં વીસ લાખવો પણ વધુ જૈન-જૈનેતર હસ્તપ્રત અત્યારે મળે છે. એમાં કેટલીય હસ્તપ્રતે અમૂલ અને ભાગ્યે જ મળે એવી અલભ્ય છે. ઉદ્યોતનસૂરિકૃત કુવલયમાલા” નામક ગ્રંથની જેસલમેર અને ભાંડારકર ઈન્ટિીટયુટના સંગ્રહમાંથી માત્ર બે જ હસ્તપ્રત મળી અને ડે. આદિનાથ નેમિનાથ ઉપામેએ એનું સંશોધન-સંપાદન ક્યું. આ ગ્રંથ પ્રાકૃત ભાષાના કથાના પ્રકાર હોવા છતાં ધર્મતત્ત્વને વણું લેતે એ અદ્દભુત ગ્રંથ છે. બાણની કાદંબરી સાથે એને અતિશયોક્તિ વિના મૂકી શકાય. આપણે જૈન છીએ, એટલે સંકુચિતતા કે અભિમાનથી એમ કહીએ છીએ એવું નથી, પરંતુ જૈનેતર વિદ્વાનોએ પણ આ ગ્રંથની પ્રશંસા કરી છે.” પ્રત્યેક દાયકાની ભાષાને આધાર જૈન ભંડાર
એમણે વધુમાં ઉમેર્યું: “પશ્ચિમના વિદ્વાનોએ સ્વીકાર્યું છે, કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org