________________
ચતુર્થ જૈન સાહિત્ય સમારોહ સ્થિતિ થતાં સદા સર્વત્ર, ઇષ્ટનું સ્મરણ અને સાતત્ય મળે છે, એ એમણે વિગતે સમજાવ્યું હતું. સદીનું સરવૈયું : વિદેશી વિદ્વાનોનું પ્રદાન
ડો. કુમારપાળ દેસાઈએ છેલ્લા સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ વિશે બોલતાં ડો. હર્મન જેકેબીએ ઈ. સ. ૧૮૮૪માં કરેલા આચારાંગસુત્ર અને કલ્પસૂત્રના અંગ્રેજી અનુવાદ, “જેન સૂત્રોની પ્રસ્તાવનામાં એમણે જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મની શાખા નથી, પરંતુ સ્વતંત્ર દર્શન છે એવા પ્રતિપાદન સાથે પ્રા. લાર્સનની દલીલેનું કરેલું ખંડન અને ભ્રમનિરસન પછીના સમયગાળામાં મહત્વનું બની રહ્યાનું જણાવ્યું હતું. જૈન આગમ અને જૈન સાહિત્યના સંશોધનની દિશામાં તેમજ ભાષા, સ્થાપત્ય-શિલ્પ, ઇતિહાસ -પુરાતત્ત્વ અને જૈન કલાના ક્ષેત્રમાં ડે. એચ. એચ. વિલ્સન, ડે. વેબર, પ્રા. લેયમાન, ડે. બુહલર, ડે. વોર્નર, સ્ટીવન્સન, ડે. એલ. પી. સીરી, રાઈટ, પીટર્સન, ફરવુ. સન, ડે. બસ, આદિ વિદેશી વિદ્યાનું પ્રદાન સીમાચિહ્નરૂપ હેવાનું જણાવીને, ડે. વોર્નરે “ઉપાસકદશાંગસૂત્ર'ના કરેલા સંશોધન અને અનુવાદને ગ્રંથ એમણે પૂજ્ય આત્મારામજી મહારાજને સ્વરચિત સંસ્કૃત પદ્યરચના દ્વારા અપણ કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. મહત્ત્વની ઘટનાઓ
મહુવાના શ્રી વીરચંદ રાધવજી ગાંધીએ ઈ. સ. ૧૮૯૩ માં ચિકાગોમાં મળેલી વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદની સાથે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે બજાવેલી કામગીરી અને યુરોપ, અમેરિકા તેમજ ઇગ્લેંડ આદિ દેશોમાં જૈન ધર્મના કરેલા પ્રચારની ઝાંખી કરાવીને, ડે. કુમારપાળે શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મ સરિ અને આગમહારક આચાર્ય શ્રી વિજયસાગરાનંદસૂરિના વિરાટ કાર્યને આછો ખ્યાલ આપ્યો હતે. તવદર્શનના ક્ષેત્રે પં. સુખલાલજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org