________________
ચતુર્થ જૈન સાહિત્ય સમારોહ
અહેવાલઃ પન્નાલાલ ૨. શાહ સરસ્વતીચંદ્ર'માં સુવર્ણપુરીના થયેલા આલેખનની કલ્પનાનાં મૂળ જ્યાં પડ્યાં હોવાનું મનાય છે અને રાષ્ટ્રપિતા પૂ. ગાંધીજી, મહાકવિ નાનાલાલ, પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી, ૫. બેચરદાસ, પૂ. કાકાસાહેબ કાલેલકર, પં, લાલચંદ ભગવાનદાસ ગાંધી, મુનિશ્રી સંતબાલ, મહાદેવભાઈ દેસાઈ, નરહરિ પરીખ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, રમણલાલ વ. દેસાઈ, સુંદરમ, જયભિખુ અને રાષ્ટ્રીય સંત ઢેબરભાઈ આદિનાં પાવન પગલાંથી કે જ્ઞાનોપાસનાથી પુનિત થયેલી સોનગઢની ધરતી અનેક દૃષ્ટિએ મહિમાવંત છે. પૂ. કાનજી સ્વામીની આધ્યાત્રિમક બેજ અને પૂ. ચારિત્રવિજયજી અને પૂ. ક૯યાણુવિજયજી મહારાજની કેળવણું અને સંસ્કારનું નવી પેઢીમાં સિંચન કરવાની ખેવનાનું જ્યાં પરિમાર્જન થયું છે, એવી સેનગઢની ધરતીના ખેાળે તા. ૧ અને ૨, જાન્યુઆરી, ૧૯૮૩ના રોજ ચતુર્થ જૈન સાહિત્ય સમારોહ યેજા હતો. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈને પિતાની સંસ્થાના હીરક મહોત્સવ નિમિત્તે શ્રી મહાવીર જૈન ચારિત્ર ક૯યાણ રત્નાશ્રમના વ્યવસ્થાપકોએ ચતુર્થ જૈન સાહિત્ય સમારેહ સેનગઢ ખાતે યોજવાનું, તેની જવાબદારી વહન કરવાની તૈયારી સાથે, નિમંત્રણ આપ્યું અને પરિણામે બંને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આ સમારોહ સેનગઢ (સૌરાષ્ટ્ર) ખાતે યોજાયે. આ સમારોહના પ્રમુખસ્થાને હતા જૈન ધર્મના બહુશ્રુત વિદ્વાન શ્રી અગરચંદજી નાહટા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org