________________
તૃતીય જૈન સાહિત્ય સમારોહ
પપ ઉપસંહાર કરતાં સાહિત્યકેશની જનાને આવકારી હતી. તેમાં જૈન ગુર્જર કવિઓની પૂર્તિ કરવાનું તેમણે સૂચવ્યું હતું. તેમણે જન સાહિત્યને ઇતિહાસ નવેસરથી રચવાનું સૂચવી સુરતના જ્ઞાનભંડારોમાંના વિપુલ ગ્રંથરાશિ અને હસ્તલિખિત પ્રતનો સંશોધનાથે ઉપયોગ કરવાનું તથા કોઈ સ્થાયી કામ થવું જોઈએ એવો અભિલાષ દર્શાવ્યો હતો. આભારદર્શન
તે દિવસે સાંજે “સમૃદ્ધિમાં યોજાયેલા મિલન સમારંભમાં પ્રા. તારાબહેન શાહે પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરતાં શત્રુજ્ય વિહાર ધર્મશાળા વિશે પ્રશંસાવચન ઉચ્ચાર્યા હતા. ડે. ધનવન્ત શાહે ટ્રસ્ટી મંડળનો આભાર માન્યો હતો. ડૅ. ભોગીલાલ સાંડેસરાએ વિદ્વાનોના પ્રતિનિધિ તરીકે કૃતજ્ઞતાભાવ દાખવ્યો હતો. ડે રમણલાલ શાહે શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને એના સાહિત્ય મારેહ વતી આભાર માન્યો હતો. શ્રી જગદીશભાઈ તથા શ્રી બાબુભાઈએ ટ્રસ્ટ વતી આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ચતુર્થ જૈન સાહિત્ય સમારોહ માટે સોનગઢ મહાવીર જૈન ચારિત્રય કલ્યાણ રત્નાશ્રમ તરફથી નિમંત્રણ અપાયું હોવાની જાહેરાત થઈ હતી. ત્યારબાદ સમારોહની વિધિસર પૂર્ણાહુતિ થઈ હતી.
આ તૃતીય જૈન સાહિત્ય સમારોહના મંત્રીઓ તરીકે ડો. રમણલાલ ચી. શાહ, શ્રી અમર જરીવાલા, શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કેરા, શ્રી પન્નાલાલ ૨. શાહ અને શ્રી નટવરલાલ એસ. શાહે સેવા આપી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org