________________
જેન સાહિત્ય સમારોહ ઐતિહાસિક સંસ્કૃતિને દર્શનમાં પણ જૈન અને બૌદ્ધ સંપ્રદાયોનાં વિશિષ્ટ લક્ષણ નિશ્ચિત સ્વરૂપે ભાગ્યે જ દેખા દે છે.”
ગુજરાતને પ્રમાણિત ઇતિહાસ મૌર્ય કાળથી શરૂ થાય છે એમ કહીને વક્તાએ મૌર્ય રાજ અશોકના પત્ર સંપ્રતિએ ગુજરાતમાં શત્રુંજય ઉપર, ભૃગુકચછમાં તથા ગિરનાર ઉપર જિનાલય બંધાવ્યાં હોવાને જૈન અનુશ્રુતિમાં ઉલ્લેખ હોવાનું જણાવ્યું હતું. તે સાથે તેમણે વધુમાં કહ્યું હતું : “એમ છતાં સ્થાપત્યની અનિહાસિક દષ્ટિએ એટલાં જ પ્રાચીન ગણાય એવાં કાઈ મંદિર હજી મળ્યાં નથી.”
“ગુજરાતના ઈતિહાસના સુદીર્ધ પ્રાચીનકાળ ક્ષત્રપાલમાં ક્ષહરાત કુલના પ્રસિદ્ધ રાજ નહપાનના સિક્કા રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં મળ્યા હોવાનું તથા મહારાષ્ટ્રમાં એના સમયના અભિલેખ મળ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. પાલીતાણા, ભરૂચ, ઢાંક, સ્તંભનક (હાલનું થાણે), શંખપુર વગેરે સ્થળે આ કાળ દરમિયાન જૈન તીર્થો તરીકે ખ્યાતિ ધરાવતા હોવાનું કહ્યા પછી એમ પણ કહ્યું હતું, કે એ કાલનું સ્થાપત્યસ્વરૂપ ધરાવતાં ચણતરી જિનાલય મળ્યાં નથી જૂનાગઢ પાસેની બાવાપ્યારા ગુફાઓ જૈન સંપ્રદાયની હોય એ સંભવિત ખરું, છે જ એમ નિશ્ચિત નહી કહેવાય. પરંતુ ઢાંક જિ. રાજકેટ)ની ગુફાઓમાં આદિનાથ શાંતિનાથ, પાર્શ્વનાથ તથા મહાવીર સ્વામી વગેરેની પ્રતિમાઓ કંડારેલી હાઈ એ ગુફાઓ -જૈન સાધુઓ માટે નિર્મા) હોવાનું નિશ્ચિત છે. આકે.ટા(વડોદરા) માં મળેલી ઊભા આદિનાથની ખંડિત ધાતુપ્રતિમા સવા તીર્થકરની સહુથી જૂની જ્ઞાતી પ્રતિમા છે.
વલભીને નાશ થવાનું જાણતાં ત્યાંના જૈન સંઘના ચિંતાયક વર્ધમાનસૂરિની સૂચનાથી ત્યાંની જૈન પ્રતિમાઓ અન્યત્ર ખસેડાઈ એમ કહ્યા પછી વક્તાએ મૈત્રકકાનું સ્થાપત્યસ્વરૂપ ધરાવતું કોઈ જિનાલય હજી ગુજરાતમાં મળ્યુંભથી, પરંતુ આકોટામાં આ કાળની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org