________________
તૃતીય જૈન સાહિત્ય સમારોહ
૪૩
વ્યાખ્યામાં શિક્ષાની ભાવનાને જ સદંતર લેપ કરવામાં આવ્યા છે. જૈનદર્શનમાં કઈ પણ વ્યક્તિને તેના કોઈ પણ અપરાધ યા દુષ્કૃત્ય માટે કઈ પણ પ્રકારની સજાને નિર્દેશ નથી ને તેનું કારણ હૃદય પરિવર્તનની અમર આશા અને શ્રદ્ધામાં રહ્યું છે ગમે તેવા ભયંકરમાં ભયંકર અપરાધીને શિક્ષા નહિ પણ ક્ષમાની હિમાયત કરવામાં આવી છે. કર્મનું જે ફળ આવવાનું હોય તે ધર્મથી ટાળી. શકાય છે એવી એક માન્યતા છે. તે સાથે જૈન દંડશાસ્ત્રમાં સંવર અને આશ્રવ થકી વ્યક્તિની ગુનાખેર વૃત્તિ અને વલણ અટકાવ-- વાની કેશિશ કરવાનું સૂચવ્યું છે. આ વસ્તુનું ભાવાત્મક દૃષ્ટિએ સામાજિક મહત્ત્વ ઘણું બધું સ્વીકારાયું છે. જૈન ધર્મમાં સ્યાદ્વાદ
શ્રી જયેન્દ્ર શાહ (મુંબઈ) જૈન ધર્મમાં સ્યાસ્વાદ એ વિશેનો. પિતાને અભ્યાસ પૂર્ણ નિબંધ વાંચતાં સ્યાદવાદ કે અનેકાન્તવાદની વ્યાપક દષ્ટિ જનદર્શનમાં ક્યાં ક્યાં સ્પશે છે અને વ્યવહાર તથા અધ્યાત્મમાં આ દષ્ટિનું શું મહત્ત્વ છે તે તપાસવા ઉપક્રમ રાખે. હતો. ભિન્ન ભિન્ન દષ્ટિબિન્દુથી વસ્તુને અવલોકવાની પદ્ધતિને અનેકાન્તવાદ અથવા સ્યાદ્દવાદ કહે છે એ મ વ્યાખ્યા કરીને વક્તાએ “સ્યાદ્વાદ એ સંશયવાદ નથી પરંતુ તે વસ્તુદર્શનની વ્યાપક કળા આપણને શીખવે છે” એ આચાર્ય આનંદશંકર ધ્રુવનું મંતવ્ય ટાંકીને ઉત્પત્તિ, સ્થિતિ અને લય-પદાર્થના આ ત્રણ ધર્મોની આત્માને સંદર્ભે સમજ આપી હતી. તેમણે કહ્યું કે “આત્મા મૂળ દ્રવ્યરૂપ.. નિત્ય છે. કિન્તુ અવસ્થાભેદે તે અનિત્ય છે. માણસ મૃત્યુ પામે
એટલે એ દેવ થયો એમ કહીએ છીએ. મૃત્યુ પામતાં તેના મનુષ્ય પર્યાયને નાશ થયો અને દેવ પર્યાયની ઉત્પત્તિ થઈ. આમ જન દર્શનમાં આત્માને નિત્ય અને પરિણામી. માનવામાં આવ્યો છે.” એમ કહ્યા પછી વક્તાએ, જૈન દર્શનમાં જેને “સપ્તભંગી' (જુદી જુદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org