________________
જૈન સાહિત્ય સમારોહ સમન્વયને પ્રશ્ન એ વિશેના નિબંધમાં સહુ પ્રથમ આગમમાં જ્ઞાનવિચારના વિકાસની ત્રણ ભૂમિકાઓ-પ્રથમ આમિક અને બાકીની બે તાર્કિક સમજાવી હતી. તે પછી તેમણે આગમિક અને તાર્કિક એમ બંને પદ્ધતિએ સમગ્ર જ્ઞાનવૃત્તિનું નિરૂપણ થયેલું હોવા છતાં ક્યાંય એ બે પદ્ધતિઓનો પરસ્પર સમન્વય કરાયેલો જણાતો નથી એમ કહીને જ્ઞાન અને પ્રમાણના સમન્વયના પ્રશ્નની વિચારણા કરી હતી. તેમણે સુખદુઃખાદિને વિષય કરનાર માનસજ્ઞાન તે પ્રત્યક્ષ, અને અનુમાન ઉપમાન આદિ માનસશાન તે પરોક્ષ – આ બંનેને પૂર્ણ સમન્વય કેવી રીતે થઈ શકે તેની વિચારણા કરી હતી. ઉપરાંત મતિજ્ઞાન તરીકે વર્ણવતું ઇન્દ્રિયજન્ય જ્ઞાન જે પ્રત્યક્ષ કહેવાયું છે તથા મતિ અને શ્રુત જે બંનેને પરાક્ષ જ્ઞાન કહેવાયું છે, તે બેને સમન્વય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ અને દિગમ્બર આચાર્યોમાં ભકારક અકલંકે કઈ રીતે કરી બતાવ્યો છે અને તે સમન્વય કેટલો બધે અસંદિગ્ધ છે તે સમજાવ્યું હતું. ડશાસ્ત્ર અને જૈન ધર્મગ્રંથ
ડો. રમેશ સી. લાલને (મુંબઈ) “ધ કન્સેપ્ટ ઑફ જૈન પાનોલોજી, એઝ પેપાઉન્ટેડ ઈન ધ થિસિસ પીલજી એન્ડ જેન ક્રિશ્ચર્સ' એ શીર્ષક હેઠળ લખેલો નિબંધ વાંચતાં જૈન ધર્મગ્રંથમાં વિજ્ઞાનની શી વિભાવના છે તેની વિસ્તારથી વિચારણા રજૂ કરી હતી. તેમના વક્તવ્યને સાર એ કે “દડાશાસ્ત્ર એ અપરાધવિજ્ઞાનનું એક અંગ છે અને ગુનાઓ શાથી થાય છે તથા તે કઈ રીતે અટકાવી શકાય એ સમસ્યા સાથે તેને સંબંધ છે. જૈન દ શાસ્ત્રમાં કર્મ સામેના સંઘર્ષમાં અપનાવવા ઘટતા યૂહ અથવા ફૂટ નીતિ તરીકે તેની વિચારણા થઈ છે. જૈન ધર્મગ્રંથ પ્રમાણે દડશાનું મૂળ અને ઉદ્દભવ સપ્ત દંડનીતિમાં હ્યાં છે” વક્તાએ એ ખાસ જાણવા જેવું એ કહ્યું કે જૈન દડવિજ્ઞાન અથવા દંડશાસ્ત્રની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org