________________
૩૮
જન સાહિત્ય સમારોહ મહત્ત્વનાં સૂચન
ડૉ. સાંડેસરાએ એક કાળે અપરિગ્રહની વિભાવના ગ્રંથને પણ આવરી લેતી હતી તે હકીકતને ઉલેખ કરીને જણાવ્યું કે “જ્ઞાનની સાધના માટે સમય જતાં આવશ્યક લેખાતાં પુસ્તકો લખાવા માંડયાં અને સંઘરાવા લાગ્યાં. જૈન સમાજમાં ગ્રંથનું જ્ઞાનલેખે મૂલ્ય એટલું બધું છે કે છાપેલા અક્ષરોવાળાં છાપાં ઉપર પગ પણ ન મુકાય”
પાટણમાં આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજીએ કરેલા કામને તથા ટીકારૂપે લખાયેલી ચૂર્ણિની ખીચડિયા ભાષાના જ્ઞાનના ક્ષેત્રે અતિહાસિક સાતત્યના સંદર્ભમાં ઉલ્લેખ કરીને તથા વલભીથી માંડીને પાટણ, સુરત અને આજે મહાવીર જૈન વિદ્યાલયમાં થઈ રહેલા સંશોધનકાર્યને તેમજ શ્રી ચીમનલાલ દલાલે પાટણના ભંડારેમાંના ગ્રંથોનું જે સંશોધનકાર્ય કર્યું છે તેને તેમણે વિગતે નિર્દેશ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે “શ્રી દલાલે કર્યું છે તેવું કામ સુરતના જેન ભંડારોમાંના ગ્રંથેના સંશોધનનું કામ હાથ ધરાવું જોઈએ. બીજે
ક્યાં ય ન મળતા પ્રાચીન જૈન ભંડારોમાંના જૈનેતર ગ્રંથનું પ્રકાશન પણ થવું જોઈએ. ડાક પણ એવા વિદ્યાર્થીઓ ઊભા થવા જોઈએ જેઓ પોતાના પુરોગામી વિદ્રાનેને ખભે ઊભા રહી તેમના સંશોધનકાર્યને આગળ ચલાવે, આ કામ ભક્તિપૂર્વક અને નિષ્ઠાથી થવું જોઈએ.”
વિદ્વાનનું પુષ્પહારથી સન્માન અને આભારદર્શનથી જેને સાહિત્ય સમારોહનું ઉદ્દઘાટન સમારંભ સમાપ્ત થયા. તે દિવસે રાત્રે સુરત વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ મહિલા મંડળ તરફથી મનરંજન કાર્યક્રમ યોજાયો હતો. વિભાગીય બેઠકો
સમારેહપ્રસંગે યોજવામાં આવેલી પ્રથમ અને બીજી વિભાગીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org