________________
૩૬
જન સાહિત્ય સમારોહ યુનિવર્સિટીમાં ચેર
શ્રી શાસ્ત્રીએ જૈન સાહિત્યની સમૃદ્ધિ સુરતમાં અખૂટ છે એની વિસ્તૃત માહિતી રજૂ કરી તેને ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ઇતિહાસને મહત્ત્વના અગલે બે મહિમા કર્યા હતા અને કહ્યું હતું કે “જૈન સમાજ સમૃદ્ધ છે. અનેક અર્થોમાં સમૃદ્ધ છે. તે બધા અર્થોને સમન્વય કરીને એક વ્યવસ્થા એવી વિચારવી જોઈએ જે સાહિત્ય, જૈન સમાજ અને બૃહદ્ સમાજની દષ્ટિએ ઉપકારક નીવડે. જૈન સાહિત્યની સમૃદ્ધિ અંગે આયોજન કરવું હોય તો સંગ્રહસ્થાન જોઈએ. યુનિવર્સિટીમાં સાહિત્યની “ચેરીની યોજના પણ વિચારી શકાય. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જૈન સાહિત્ય માટે ચેર (સંશાધન વિભાગ) સ્થાપવાનું વિચારાય તે યુનિવરિંટી તે અંગે ભૌતિક સાધનોની સગવડ આપવા તૈયાર છે.” પરિષદના પ્રમુખનું વ્યાખ્યાન
પ્રમુખપદેથી ડે. ભેગીલાલ સાંડેસરાએ વ્યાખ્યાનારંભે સદ્દગત આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી, મહામાનવ મુનિશ્રી જિનવિજયજી તથા ઋષિસમા પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી જેવી મહાન મનીષી અને અપરિગ્રહી જ્ઞાનતપસ્વીઓની ચરણસેવાનું સાદર સ્મરણ કરીને કહ્યું: “સુરત કેવળ ગુજરાતનું જ નહિ, પશ્ચિમ ભારતનું એક અદ્ભુત શહેર છે. આ શહેરે જોયા છે એવા વારાફેરા બહુ ઓછાં શહેરેએ જોયાં હશે.” સુરતને નર્મદનગરી તરીકે ઓળખાવીને ડે. સાંડેસરાએ
તાપી દક્ષિણ તટે, સુરત મુજ ઘાયલ ભૂમિઃ
મને ઘણું અભિમાન, ભેય તારી મેં ચૂમી.. કવિ નર્મદની એ કાવ્યપંક્તિ ઉદૂગારી એ વીર નરને સંભાર્યો હતે. “નંદશંકર જીવનચરિત્ર” સંદર્ભે શ્રી નંદશંકર મહેતાને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે “જમીન એ પ્રદેશ પ્રદેશ વચ્ચે ભેદ પાડે છે ત્યારે પાણી દેશ અને પરદેશને જોડે છે. જગતભરમાં મહાસાગર વાહન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org